કોરોના વાયરસઃ ચીનમાં 1900ના મોત, વુહાનની મોટી હોસ્પિટલના ડાયરેકટરનુ પણ મોત

0
23

બેઇજિંગ, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

કોરોના વાયરસના કારણે ચીનમાં લોકોનો મોતને ભેટવાનો સીલસીલો યથાવત છે.

વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 1900 સુધી પહોંચી ચુકી છે. ચીનમા સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.કારણકે દર્દીઓની સારવાર કરનારા હેલ્થ વર્કર્સ પણ તેની ચપેટમાં આવી રહ્યા છે.

કોરોના વાયરસનુ એપી સેન્ટર મનાતા હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં એક મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનુ પણ કોરોનાના કારણે મોત થયુ છે. ડાયરેક્ટર લીયુ ઝિમિંગ કોઈ મોટી હોસ્પિટલના પહેલા એવા અધિકારી છે જેમનુ કોરોના વાયરસના કારણે મોત થયુ હોય.

અત્યાર સુધીમાં કુલ 6 હેલ્થ વર્કરના આ વાયરસના કારણે મોત થયા છે. જ્યારે 1800 જેટલા બીજા હેલ્થ વર્કરને તેનો ચેપ લાગેલો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ અંગે ચીનમા સૌથી પહેલા ચેતવણી આપનાર ડોક્ટર લી વેનલિયાન્ગનુ પણ તાજેતરમાં મોત થયુ હતુ. સરકારે પહેલા તો આ ડોક્ટરની ચેતવણીને ગણકારી નહોતી અને ઉલટાનુ તેમના પર જ અફવા ફેલાવવા બદલ કાર્યવાહી કરવાની ચીમકી આપી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here