કોરોના વાયરસની અસર : ગુજરાતના એમ્બ્રોઇડરી યાર્નનાં વેપારીઓના 250 કરોડ સલવાયા

0
20

અમદાવાદ : ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની અસર ગુજરાતના એમ્બ્રોડરી યાન બિઝનેસ પર પડી રહી છે. એક મહિના પહેલા યાનનો આપેલો ઓર્ડરના શિપમેન્ટ હજુ પણ નહીં નીકળતા ગુજરાતના એમ્બ્રોડરી યાન વેપારીઓના 250 કરોડ સલવાયા છે. ત્યારે આગામી 2 મહિનામાં હજુ પણ કફોડી હાલત થશે તેવી ભીતિ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ચીનના કોરોના વાયરસને પગલે ચાઇનથી ગુજરાતમાં આવતી અનેક ચીજવસ્તુઓની ધંધા પર અસર પહોંચી છે ત્યારે રાજ્યનો એમ્બ્રોઇડરી યાર્ન પણ તેમાંથી બાકાત રહ્યો નથી. અમદાવાદમાં એમ્બ્રોઇડરી યાર્ન બિઝનેસ સાથે 300 થી વધુ વેપારીઓ સંકળાયેલા છે જ્યારે ગુજરાત ના વેપારીઓનો આંક એક હજારથી વધુ છે.

કોરોના વાયરસની અસરને પગલે ચીનથી આવતી તમામ ચીજો પર રોક લાગી ગઈ છે. જેમાં એમ્બ્રોડરી ના ધંધામાં વપરાતું યાર્ન આવતું બંધ થઈ ગયું છે. જેને લઈ માર્કેટમાં યાર્નની શોર્ટજ ઉભી થઇ છે.

એમ્બ્રોઇડરી યાર્નાન વેપારી રાકેશભાઈ સોલંકી જણાવે છે કે ચીનથી ગ્રે યાર્ન આવે છે. આ યાર્ન માટે 10 ટનનું કન્ટેનર હોય છે. યાર્નની કિલોગ્રામમાં કિંમત ગણીએ તો 440 થી 450 હોય છે. પણ હાલ શોર્ટજ ના કારણે 550 રૂપિયા આપતા પણ મળતું નથી. ભારતમાં યાનની 3 જ કંપનીઓ છે. પણ ચાઇના કંપનીની ક્વોલિટી સારી અને 10 રૂપિયા કિંમત ઓછી હોય છે. અહીંની કંપનીઓ સારી ક્વોલિટી નો માલ 25 રૂપિયા વધારી ને આપે છે જેથી તે મોંઘું પડે છે.

ચીનથી ગ્રે યાન આવતું બંધ થતાં ડાઈંગની ફેકટરીઓ સદંતર બંધ થઈ ગઈ છે. ચીન થી છેલ્લા 15 દિવસ થી એક પણ શિપમેન્ટ નિકળિયા જ નથી. શિપમેન્ટ નીકળે તો 30 દિવસે ભારત પહોંચે છે. જેથી વેપારીઓએ આપેલ એડવાન્સ પણ અટક્યા છે. રાકેશભાઈ નો પણ ઓછામાં ઓછો એક ઓર્ડર 25 થી 30 લાખનો આપેલો છે પણ માલ નહિ આવતા તે પેમેન્ટ પણ અટવાઈ ગયું છે.

અહીંની કંપનીઓ સારી ક્વોલિટીનો માલ 25 રૂપિયા વધારી ને આપે છે. ગ્રે યાર્નુની ડાઈંગ ફેકટરીઓ સદંતર બંધ છે. છેલ્લા 15 દિવસથી એક પણ શિપમેન્ટ નીકળ્યા જ નથી જેના કારણે આગામી 2 મહિનામાં સ્થિતિ વધુ કથળશે. (પ્રતિકાત્મક તસવીર)

મહત્વનું છે કે કોરોના વાયરસના અસરને પગલે એમ્બ્રોડરી યાન ડાઈંગ ધંધા પર તકલીફ વધી છે અમદાવાદમાં હાલ આ ધંધા સાથે સંકળાયેલા હાલ 40થી 50 હજાર કારીગરો છે. જેઓને પણ યાન મળતું બંધ થઈ જતા આ કારીગરોને પણ અસર થવાની ભિતી વેપારીઓ સેવી રહ્યાં છે.