વડોદરા : કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો, પાલિકા-સયાજી હોસ્પિટલમાં મિટિંગોનો દોર શરૂ

0
0

વડોદરાઃ દેશમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે સ્પેનથી વડોદરા પરત ફરેલા યુવાન કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પાલિકા અને સયાજી હોસ્પિટલમાં મિટિંગોનો દોર શરૂ થઇ ગયો છે. સ્પેનથી પરત ફર્યા બાદ યુવાનની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

યુવાનને શરદી-ખાંસી થતાં સયાજી હોસ્પિટલ દોડી ગયો હતો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય યુવાન તાજેતરમાં જ સ્પેન ગયો હતો. જ્યાં તેને સતત 3 દિવસ શરદી-ખાંસી શરૂ થવા સાથે તબિયત લથડતા વડોદરા પરત આવી ગયો હતો. અને મંગળવારે મોડી રાત્રે તે સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ દ્વારા તેનામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોઇને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધો હતો.

લેપ્રેસી હોસ્પિટલ ખાતે કોરોન્ટાઇન સેન્ટર ઉભુ કરવામાં આવી રહ્યું છે

આ ઉપરાંત કોરોના વાઈરસના વધી રહેલા ખોફના પગલે આજવા રોડ ખાતે આવેલા લેપ્રેસી હોસ્પિટલ ખાતે કોરોન્ટાઇન સેન્ટર ઉભુ કરવામાં આવી રહ્યું છે. સફાઇ કર્મચારીઓ દ્વારા લેપ્રેસી બિલ્ડીંગની અંદર અને બહાર ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના પગલે હવે શરદી-ખાંસીના દર્દીઓ તપાસ માટે દોડી રહ્યા છે.

યુવાન સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ

સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. આર.બી.શાહે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવેલો યુવાન સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here