ચિકન માર્કેટ પર કોરોના વાયરસની આવી થઈ અસર

0
7

નવી દિલ્હી, તા. 04 ફેબ્રુઆરી 2020, બુધવાર

કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાં ચિકનના વેચાણમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિતેલા એક મહિનામાં તેની કિંમતોમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ચિકનના વેચાણામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ અઠવાડીયામાં જ 6 લાખ ચિકનનું વેચાણ થતું હતું. જેમાં હવે નોંધપાત્ર ઘટાડો થયો છે.

આગામી 2-3 મહિનામાં જો આ અફવાઓ પર રોક લાગશે તો ચિકનનું વેચાણ ફરી વધશે ત્યારે આવા સમયે ચિકનની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળશે.

સૌથી વધારે વેચાણ પ્રતિ વ્યક્તિ તમિલનાડુમાં 13 કિલોગ્રામ છે જ્યારે સૌથી ઓછુ વેચાણ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છે.

દેશમાં એક અઠવાડીયામાં થતાં ચિકનના વેચાણમાં 7.5 કરોડની સરખામણીએ 3.5 કરોડ થઈ ગઈ છે. ગયા મહિનામાં જથ્થાબંધ કિંમત 100 રૂપિયા કિલો હતી, તે હવે બજારમાં ઘટીને 35 રૂપિયા કિલો થઈ ગઈ છે. જ્યારે તેમની મૂળ કિંમત જ 75 રૂપિયા આવે છે. આની પાછળ કોરોના વાયરસના કારણે ફેલાયેલી અફવાઓ જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here