વડોદરા : કોરોના વાઈરસથી શિયાપુરા વિસ્તારની 72 વર્ષની વૃદ્ધાનું મોત, પોઝિટિવ કેસનો આંક 873 ઉપર પહોંચ્યો

0
0

વડોદરા શહેરના શિયાપરા વિસ્તારની 72 વર્ષીય વૃદ્ધ મહિલાનું કોરોના વાઈસથી સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમ વૃદ્ધના મૃતદેહને ખાસવાડી સ્માશાન લઇ ગઇ હતી અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યાં હતા.

અત્યાર સુધી 511 દર્દી કોરોના મુક્ત થયા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 873 ઉપર પહોંચી ગઇ છે. જ્યારે સત્તાવાર મૃત્યુઆંક 38 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 511 લોકો કોરોના મુક્ત થયા છે. જ્યારે 324 દર્દીઓ હજી સારવાર હેઠળ છે. જે પૈકી 10 દર્દી ઓક્સિજન ઉપર છે અને 5 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here