વડોદરા : કોરોના વાઈરસથી આજે વધુ એક દર્દીનું મોત, કેસની કુલ સંખ્યા 1057 થઇ, 616 લોકો સાજા થયા

0
0

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી વધુ એક દર્દીનું આજે સવારે મોત થયું છે. વડોદરાના આજવા રોડ પર આવેલા શક્તિનગરના રહેવાસી કિરીટભાઇ સોલંકી(ઉ.72)નું સયાજી હોસ્પિટલ સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત થતાં તેમના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1057 ઉપર પહોંચી ગયો છે. અને સત્તાવાર મૃત્યુઆંક 42 જ રહ્યો છે અને અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક 616 પર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here