કોરોના વાયરસ સેફ્ટી, કરિયાણાનો સામાન ખરીદીને ઘરે આવ્યા બાદ જરૂર કરો આ કામ

0
8

કોરોના વાયરસનાં કેસ દિવસે-દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અને હજી સુધી તેને માત આપનારી રસી બની શકી નથી. ત્યારે સતર્કતા જ એકમાત્ર બચવાનો ઉપાય છે. એવામાં જો તમે માર્કેટમાંથી સામાન ખરીદીને ઘરે પાછા ફરો છો ત્યારે તમારી અને તમારા ઘરની સુરક્ષાને લઈને કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

સૌથી વધારે જરૂરી છે હાથોને સાફ રાખવા

જ્યારે પણ તમે ઘરેથી બહાર જાવ છો તો અજાણતામાં જ તમે ઘણી એવી વસ્તુઓને અડતા હશો તેની ઉપર વાયરસ હોય, ત્યારે તમારા માટે જરૂરી થઈ જાય છે કે, ઘરમાં ઘુસતાની સાથે જ હાથોને સેનેટાઈઝ કરી લો અને બની શકે તો ખીસ્સામાં જરૂર એક સેનેટાઈઝર રાખે જેથી ઘરની બેલ વગાડતા પહેલાં જ હાથને સેનેટાઈઝ કરો અને ઘરમાં ઘુસતાની સાથે જ પહેલાં તમારા હાથને સાબુથી ધોઈ લો.

દરેક વસ્તુને ડિસઈન્ફેક્ટ કરવી જરૂરી

કરિયાણાની થેલી, તમારી ચાવી, પર્સ, મોબાઈલ વગેરે ઉપર વાયરસ ઘણા કલાકો સુધી આરામથી કબ્જો જમાવી શકે છે. પરંતુ તેના પ્રભાવથી બચવા માટે આ વસ્તુઓને ડિસઈન્ફેક્ટેડ કર્યા વગર તેની જગ્યાએ મુકશો નહી. સારુ રહેશેકે, આવી વસ્તુઓને ઘરમા એવી જગ્યાએ આઈઆસોલેટ કરી દો જ્યાં ઘરનાં લોકોનું આવવા-જવાનું ઓછું હોય.

કપડા બદલો

તમે જ્યારે પણ કરિયાણાનો સામાન ખરીદીને લાવો તો તમે ફૂટવેર કાઢીને સીધા બાથરૂમમાં જાવ, પછી બહાર પહેરીને ગયેલાં કપડાઓને ગરમ પાણીમાં ડિટર્જેન્ટ નાખીને ડૂબાડી રાખો. ત્યારબાદ નાહીને સ્વચ્છ કપડા પહેરો. સાથે જ ફૂટવેરને થોડા કલાકો માટે ઘરની બહાર જ રાખો અને તેને ડિસઈન્ફેક્ટેડ કર્યા બાદ જ ઘરમાં લાવો.

ફેસ માસ્કનુ પણ ધ્યાન રાખો

જો તમે કપડાથી બનેલાં ફેસમાસ્કને પહેરીને બહાર ગયા હતા તો ઘરે પાછા ફર્યા બાદ તેને સારી રીતે ધોઈ લો. વાસ્તવમાં તમે બહાર જાવ છો તો શ્વાસની બુંદોથી લઈને ખાંસી અને છીંકોનાં કિટાણુંઓ તામારા માસ્ક પર હોય છે. આ પ્રકારે માસ્કને ગરમ પાણીમાં ધોવા જોઈએ. સાથે થોડા-થોડા સમયે માસ્કને બદલતા રહેવું જોઈએ.