ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો? 3 શંકાસ્પદ કેસને પગલે ફફડાટ

0
19

કોરોના વાયરસનો ફફડાટ દિવસેને દિવસે વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાતમાં મહેસાણા અને સાબરકાંઠામાં ચીનથી આવેલા 3 દર્દીઓ શંકાસ્પદ જણાતા તેમને સારવાર માટે આઈશોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટ વધુ તપાસ માટે પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

  • રાજ્યમાં કોરોનાના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ
  • હિંમતનગરમાં બે, મહેસાણામાં એક શંકાસ્પદ કેસ
  • ચીનથી પરત આવેલા વિદ્યાર્થીઓને રખાયા આઈસોલેશન વોર્ડમાં

ચીનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ઈસોલેશન વોર્ડમાં રખાયા છે. આવિદ્યાર્થીઓને ખાંસી અને તાવ જોવા મળતા પરિવાર ચિંતામાં આવી ગયા છે. શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સેમ્પલ પુને મોકલાયા છે.

મહેસાણાની યુવતીને સિવિલમાં રખાઈ

મહેસાણાની ચીનથી પરત આવેલી એક વિધાર્થિની સિવિલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ છે. શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.
વિધાર્થિનીને ખાસી અને ભારે તાવ જોવા આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીની ના સેમ્પલ મેળવી પુના મોકલાયા છે.

હિંમતનગરમાં 2 શંકાસ્પદ કેસ

હિંમતનગરમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. બંને દર્દીઓ ચીનથી પરત ફર્યા બાદ શંકાસ્પદ જણાયા છે. હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.
શંકાસ્પદ કેસ જણાતા સાબરકાઠાં જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here