Thursday, April 18, 2024
Homeવડોદરા : એક જ પરિવારના 4 સભ્યોને કોરોના વાઈરસ, પોઝિટિવ કેસ 6...
Array

વડોદરા : એક જ પરિવારના 4 સભ્યોને કોરોના વાઈરસ, પોઝિટિવ કેસ 6 થયા,

- Advertisement -

વડોદરાઃ વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 6 ઉપર પહોંચી ગઇ છે. શ્રીલંકા ગયેલા 12 લોકોના ગૃપ પૈકી અગાઉ એક પુરૂષનો કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે તેની પત્ની, દીકરી અને પુત્રવધુનો કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આજે લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. જોકે પોલીસ લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી છે.

એક જ પરિવારના 4 સભ્યોને કોરોના વાઈરસ પોઝિટિવ

21 માર્ચે શ્રીલંકાથી પરત આવેલા 12 લોકોના ગૃપ પૈકી 52 વર્ષીય પુરૂષનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હવે તેના પરિવારના 3 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા તંત્ર દોડતુ થઇ ગયું છે. જેમાં 52 વર્ષના પતિ, તેની પત્ની, 27 વર્ષની પુત્રી અને 29 વર્ષની પુત્રવધૂનો સમાવેશ થાય છે.

તંત્ર કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 29 લોકોને ક્વોરન્ટાઇન કર્યાં

વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરામાં રવિવારે મોતને ભેટેલા બે દર્દીઓનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

વડોદરામાં આજે વાહન વ્યવહાર શરૂ

25 માર્ચ સુધી વડોદરા શહેરમાં જીવનજરૂરીયાત અને આરોગ્ય સિવાયની વિવિધ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે લોકોએ વેપાર-ધંધા બંધ રાખ્યા છે પરંતુ આજે લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. જોકે પોલીસ લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી છે અને ઘણા લોકોને સમજાવીને ઘરે પણ મોકલ્યા છે.

15 હજારથી વધુ નાના, મોટા, મધ્યમ અને લઘુ ઔદ્યોગિક એકમો બંધ

વડોદરા શહેર અને જિલ્લાના 15 હજારથી વધુ નાના, મોટા, મધ્યમ અને લઘુ ઔદ્યોગિક એકમો થંભી ગયા છે. ઔદ્યોગિક એકમો 23 માર્ચથી 25 માર્ચ સુધી કોરોના વાઈરસને રોકવા સ્વૈચ્છિક શટડાઉન એટલે કે ઉદ્યોગબંધી પાળશે. ખાસ વાત એ છે કે, આ એકમોમાં કામ અને ઉત્પાદન બંધ રહેવા છતાં માનવીય અભિગમ દાખવીને તેમના કામદારો, કર્મચારીઓ અને શ્રમયોગીઓનું વેતન કાપવામાં નહીં આવે. આ ઉપરાંત આ શટડાઉનમાંથી ફાર્મા, માસ્ક, એપીઆઇ સહિત જીવન આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમોને બાકાત રાખવામાં આવ્યા છે.

વડોદરામાં કોરોના ટેસ્ટની લેબને મંજૂરી

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે લેબ શરૂ કરવાની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી. બે દિવસમાં આ સુવિધા કાર્યરત કરી દેવા વડોદરા જિલ્લા કલેકટરે સૂચના આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular