પ્રાંતિજ : કોરોના વોરીયર્સ જેબા ચોખાવાલા નું પુષ્પવર્ષા દ્રારા સ્વાગત કરવામાં આવ્યું.

0
0

 

સાબરકાંઠા જિલ્લા જિલ્લા પ્રાંતિજ ખાતે કોરોના વોરીયર્સ જેબા ચોખાવાલા નું પ્રાંતિજ નગરજનો તથા સમાજ ના લોકો દ્વારા પુષ્પ વર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તાલીઓના નાદ સાથે દિકરીનો હોંશલો વધારવામાં આવ્યો હતો.

 

 

મુસ્લિમ સમાજના લોકો સહિત અન્ય સમાજ ના લોકોએ પુષ્પવર્ષા દ્રારા સ્વાગત કર્યું.
ત્રણ દિવસ ની રજા મળતા અઢી વર્ષ ની પુત્રી ને મળવા આવી છુ.
સમાજ ના લોકોએ તાલીઓ પાડી દિકરી નો હોંશલો વધાર્યો.
રજા મળતા અમદાવાદ થી બાઇક લઇને ધરે આવી.
જેબા ચોખાવાલાએ પ્રાંતિજ ના રહેવાસીઓનો આભાર માન્યો.

વિઝન : કોરોના વોરીયર્સ : પુષ્પ વર્ષા

હાલ દેશ સહિત દુનિયામાં કોરોના જેવી મહામારી ને લઇને સમગ્ર વિશ્વમાં આ મહામારી સામે લડી રહ્યું છે ત્યારે પ્રાંતિજ ની યુવતી જેબા ચોખાવાલા કે જે પોતે અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જેબા ચોખાવાલા કોવિદ ૧૯ ઓપરેશન થીયેટર માં સ્ટાફ કર્બનર્સ તરીકે પોતે પોતાની ૩૨ દિવસથી રાત – દિવસ પોતાના ફરજ ના ભાગરૂપે સેવા આપી રહી છે. જણાવવા માં આવે તો જેબા ચોખાવાલા ને એક અઢી વર્ષ ની પુત્રી છે જેને મળવા માટે તેને ત્રણ દિવસ ની રજા આપવામાં આવી છે. તો જેબા ચોખાવાલા પોતે કોરેટાઇન થઈ માત્ર ત્રણ દિવસની રજા લઇને અમદાવાદ થી પોતે બાઈક ચલાવી ૫૮ કિલોમીટર ની સફર પાર કરી પોતાના માદરેવતન સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવી પહોંચતા પ્રાંતિજ નગરજનો દ્વારા પુષ્પોની વર્ષા દ્વારા તેનું અભિવાદન સ્વાગત કરી તાલીઓ પાડી તેમના હોંશલા ને વધારવામાં આવ્યો હતો. થોડા સમય માટે આખુંય વાતાવરણ ભાવભીનું બની ગયું હતું અને ખુશીના આંસુ પણ જોવા મળ્યાં હતાં.

બાઈટ : જેબા ચોખાવાલા : કોરોના વોરીયર્સ

પરિવારના સભ્યો સહિત સમાજના લોકો અને નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા જેબા ચોખાવાલા એ સમાચાર ચેનલ ની માધ્યમથી પ્રાંતિજ નગરજનો સમાજ ના લોકો સહિત સંગાસંબધીઓનો આભાર માન્યો હતો અને નગરજનોને અને સમાજ ના લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની ચોકકસ જરૂર છે અને અવારનવાર હેડ વોશીંગ તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકાર દ્વારા જે સુચના આપવામાં આવી છે તેનું પાલન કરવા લોકોને આહ્વાન કર્યું હતું ત્રણ દિવસ ની રજા મળતા ધરે આવતા પોતાની અઢી વર્ષની પુત્રી ને મળતા મમતા ના આંસુ પણ ખુશીમાં ફેરવાઈ ગયાં હતાં.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here