રાજ્યની કોવીડ -19 હોસ્પિટલના કોરોના વોરિયર્સને મળશે વિશેષ મહેનતાણું !

0
5

AMCની જાહેરાત બાદ આખરે સરકાર જાગી ! કહ્યું, કોરોના વોરિયર્સને આપશુ પ્રોત્સાહન..

ડૉક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈકર્મચારીઓ, લેબ ટેકનીશીયન સહિતનાને મળશે લાભ

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ‘કૉરોના વૉરિયર્સ’ માટે પ્રોત્સાહન પગારની જાહેરાત થઈ ગઈ હતી ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાની સારવાર માટે ઊભી કરાયેલી સરકારી કૉવિડ 19 હૉસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરતા સાચા ‘કોરોના વોરિયર્સ’ ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન આપશે. સમર્પણઅને સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.

આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, કોરોનાના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિદાન, તપાસ અને સારવાર આપતા ડૉક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈકર્મચારીઓ, લેબ ટેકનીશીયન તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ કે જેમણે 30 દિવસ કે તેનાથી વધારે દિવસો સુધી આ કામગીરી કરી હોય તેમના આ સમર્પિત ભાવને પ્રોત્સાહિત કરવા ખાસ પ્રોત્સાહક માનદવેતન આપવાનો મુખ્યમંત્રી રૂપાણીએ નિર્ણય કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, વર્ગ-1 અને વર્ગ 2 સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂ. 25,000નું માનદ મહેનતાણું આપવામાંઆવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-3ના કર્મચારીઓને રૂ. 15,000 નું માનદ પ્રોત્સાહક મહેનતાણું અપાશે. વર્ગ-૪ વર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 10,000 નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટ સોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતા કર્મચારીઓને રૂ. 5,000નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે. તેમની સેવાઓની કદર કરીને આ પ્રોત્સાહક મહેનતાણું એક વખત એટલે કે સિંગલ ટાઈમ અપાશે.

મહત્વપૂર્ણ છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર, નર્સ , પોલીસ જવાનો અને સફાઇ કર્મચારીઓને કોરોના યોદ્ધા ગણાવ્યા હતા . તેમજ ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડત આપતા કોરોના યોદ્ધા માટે જાહેરાત કરી હતી કે જે પણ વ્યક્તિ આ સેવા આપતા મૃત્યુ પામશે તેમના પરિવારને 25 લાખની સહાય અપાશે. ત્યારે ફરી એકવાર ગુજરાત સરકાર કોરોના યોદ્ધાઓ માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here