જેકલીનના બ્રાન્ડના શૂટિંગ પહેલાં સાવચેતીના ભાગરૂપે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો, બે ક્રૂ મેમ્બર પોઝિટિવ

0
4

બોલિવૂડે ન્યૂ નોર્મલ સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ દરમિયાન જેક્લીન ફર્નાન્ડિઝે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં જેકલીને કહ્યું હતું કે તે કોરોનાવાઈરસથી સુરક્ષિત છે પરંતુ તેના બે ક્રૂ મેમ્બર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે બ્રાન્ડનું શૂટિંગ શરૂ કરવાની હતી. આ જ કારણે સેટ પર સલામતીના ભાગરુપે કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

અન્ય ક્રૂ મેમ્બર્સ નેગેટિવ

જેકલીને કહ્યું હતું, અમે નવા માહોલમાં પોતાને તૈયાર કરીને કામ પર પરત ફર્યા હતા. અમે બ્રાન્ડના શૂટિંગના પહેલા સાવચેતીના ભાગરુપે તમામ લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. હું તમને કહેવા માગીશ કે કમનસીબે અમારા શૂટિંગના બે ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંને સભ્યો હાલમાં આઈસોલેશનમાં છે અને તેમની સારવાર ચાલુ છે. અન્ય ક્રૂ મેમ્બર્સ તથા મારો રિપોર્ટ નેગેટિવ છે, પરંતુ અમે તમામ જરૂરી નિયમોનું પાલન કરી રહ્યાં છીએ. હું BMCના અધિકારીઓનો આભાર માનું છું.

જેકલીન ‘ભૂત પોલીસ’માં જોવા મળશે

જેકલીનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી ગૌતમની સાથે તે ‘ભૂત પોલીસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન તથા અર્જુન કપૂર છે. આ ફિલ્મને પવન કૃપલાની ડિરેક્ટ કરશે. આ ફિલ્મ 2020ના અંતે ઉત્તર ભારતમાં શૂટ કરવામાં આવશે.

સેટ પર કરીનાના સંપર્કમાં આવનાર તમામનો ટેસ્ટ ફરજિયાત

‘લાલ સિંહ ચઢ્ઢા’ના મેકર્સ જેમ બને તેમ જલ્દીથી કરીનાના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કરવા ઈચ્છે છે. કરીના બીજીવાર પ્રેગ્નન્ટ છે. હાલમાં તો કરીનાનો બેબી બમ્પ દેખાતો નથી પરંતુ મેકર્સ કરીના માટે VFXનો ઉપયોગ કરશે. કરીનાના હિસ્સાનું 25 દિવસનું શૂટિંગ બાકી છે. કરીના છેલ્લાં ઘણાં મહિનાથી પોતાના રોલની તૈયારીઓ કરી રહી છે. આમિર ખાને પણ કરીનાની સલામતી માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે. કરીનાની નિકટના સંપર્કમાં આવતા ક્રૂ મેમ્બર તથા એકટર્સનો કોરોના ટેસ્ટ ફરજિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here