રાજકોટમાં કાળ બનતો કોરોના, આજે વધુ 11 દર્દીના મોત, 900 સફાઈ કામદારોના હેલ્થ સ્ક્રિનિંગમાં 45નો રિપોર્ટ પોઝિટિવ

0
0

રાજકોટમાં કોરોના વાયરસ કાળ બની રહ્યો છે. આજે મંગળવારે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં 10 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 1 દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોઝિટિવ કેસની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં જ 136 પર મૃત્યુઆંક પહોંચ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ 4200 નજીક પહોંચી ગઈ છે. અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓને લઈને રાજકોટનો ડેથ રેટ ઉંચો જઈ રહ્યો છે. 900 સફાઈ કામદારોના હેલ્થ સ્ક્રિનિંગમાં 45નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટમાં 11 દર્દીના મોત

ક્રમ નામ ઉંમર સરનામું
1 મોહનભાઈ અરજણભાઈ આસોદરિયા 95 કુવાડવા રોડ, રાજકોટ
2 વિનોદભાઈ પ્રેમજીભાઈ મકવાણા 70 મોરબી
3 વલ્લભભાઈ અરજણભાઈ પરમાર 70 જેતપુર
4 જીજ્ઞાબેન રણછોડભાઈ 36 ભવનાથ પાર્ક રાજકોટ
5 પ્રકાશભાઈ કાંતિલાલ પીઠડિયા 58 જ્ઞાનજીવન સોસાયટી, રૈયા રોડ, રાજકોટ
6 દેવશંકરભાઈ નરભેશંકર મોઢા 66 ભક્તિનગર સોસાયટી રાજકોટ
7 નવિનભાઈ નરસીભાઈ પટેલ 62 ચોટીલા
8 શારદાબેન કલ્પેશભાઈ પીપળીયા 38 મોરબી રોડ રાજકોટ
9 સાવિત્રીબેન ભાનુશંકર દવે 74 શાપર-વેરાવળ
10 હસમુખભાઈ જીવરાજભાઈ જોટાંગીયા 62 નાના મવા રોડ શ્રીરંગ રેસિડેન્સી રાજકોટ
11 જમનભાઈ બાબુભાઈ વૈષ્ણવ 61 રવિરત્ન પાર્ક રાજકોટ

 

રાજકોટમાં 900 સફાઈ કામદારોનું હેલ્થ સ્ક્રિનિંગ, 45નો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ મનપાના સફાઈ કર્મચારીઓનું ચાર દિવસ સુધી હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. ગઈકાલે મનપાની ઈસ્ટ ઝોન કચેરીમાં 900 જેટલા સફાઈ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 45 સફાઈ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. આજે પણ ઈસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઈ કર્મચારીનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here