Tuesday, October 26, 2021
Homeચંદ્ર અભિયાન : કોરોનાને લીધે નાસાના મૂન રોકેટ અને કેપ્સ્યુલ વર્કમાં વિલંબ...
Array

ચંદ્ર અભિયાન : કોરોનાને લીધે નાસાના મૂન રોકેટ અને કેપ્સ્યુલ વર્કમાં વિલંબ થશે; કામગીરી અટકાવવામાં આવી

ઈન્ટરનેશનલ ડેસ્કઃ કોરોના વાઈરસને પગલે નાસાએ તેના મૂન મિશનની યોજનાને હાલ પૂરતી અટકાવી છે. ગઈકાલ સાંજે સ્પેસ એજન્સીના એડમિનિસ્ટ્રેટર જીમ બ્રિડેનસ્ટાઈને સ્પેસ લોંચ સિસ્ટમ અને ઓરિઅનના ઉત્પાદન તથા ટેસ્ટીંગની કામગીરીને અટકાવી દીધી હતી. આ વિશાળ રોકેટ અને ક્રુ કેપ્સ્યુલનો અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવવાનો છે.

ટ્રમ્પ વહિવટીતંત્રએ મૂન મિશન માટે વર્ષ 2024નો અંત ભાગ નિર્ધારીત કર્યો છે. અલબત કોરોના વાઈરસના ફેલાવાને પગલે ન્યુ ઓરલેન્સમાં મિચોઉડ એસેમ્બલી ફેસિલિટીખાતે આ કામકાજને સ્થગિત કરવામાં આવી છે.

પ્રથમ સ્પેસ લોંચ સિસ્ટમ બુસ્ટરને સ્ટેનિસમાં તપાસવામાં આવી રહી છે. દરમિયાન એક સ્ટેનિસ કર્મચારીમાં કોરોનાની પૃષ્ટી થઈ છે. આ સંજોગોમાં નાસા વધુ કોઈ જોખમ લેવા માગતુ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments