વિશ્વમાં કોરોના : બ્રાઝીલમાં મૃત્યુનો આંકડો 3 લાખને પાર

0
13

વિશ્વમાં કોરોનાના મામલાઓ સતત વધી રહ્યાં છે. અમેરિકા પછી બ્રાઝીલમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 3 લાખને વટાવી ગયો. ગઈકાલે જ અહીં કોરોનાના કારણે 2244 લોકોના મૃત્યુ થયા પછી સંક્રમણના કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો 3 લાખ એક હજાર 87 થયો છે. બ્રાઝીલ સિવાય અમેરિકામાં મહામારીના કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. અહીં 5.58 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.

જ્યારે વિશ્વમાં રોજ મળતા કેસમાં ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં 90 હજારથી વધુ નવા કેસ સાથે બ્રાઝીલ પ્રથમ, 60 હજારથી વધુ મામલાઓની સાથે અમેરિકા બીજા અને 53 હજારથી વધુ કેસોની સાથે ભારત ત્રીજા ક્રમે છે.

ચીનમાં 8 કરોડથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન

સ્ટેટ કાઉન્સિલની કોવિડ-19 રિસ્પોન્સ ઈન્ટર એજન્સી ટાસ્ક ફોર્સના નવા આંકડાઓ મુજબ 2 માર્ચ સુધી સમગ્ર ચીનમાં કોવિડ-19 વેક્સિનના 8 કરોડથી વધુ આપવામાં આવ્યા છે. સમાચાર એજન્સી સિન્હુઆએ ટાસ્ક ફોર્સના આધારે કહ્યું છે કે દેશની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી તબક્કામાં કોવિડ-19થી હાયર રિસ્ક ધરાવતા લોકોને ફ્રીમાં વેક્સિન આપવાનું આયોજન થઈ રહ્યું. જે અત્યાર સુધીનો સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ હશે.

છેલ્લા 24 કલાકમાં 5 લાખથી વધુ કેસ

છેલ્લા 24 કલાકમાં 5.83 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 10 હજારથી વધુ લોકોના મોત પણ થયા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 12.54 કરોડ લોકો સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. 10.12 કરોડ લોકો રિકવર થયા અને 27.56 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલ 2.13 કરોડ દર્દીઓ કોરોના સામે લડી રહ્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ સંક્રમિત મૃત્યુ સાજા થયા
અમેરિકા 30,649,548 557,072 23,041,715
બ્રાઝીલ 12,136,615 298,843 10,601,658
ભારત 11,783,751 160,687 11,228,539
રશિયા 4,483,471 96,219 4,098,400
UK 4,312,908 126,382 3,712,658
ફ્રાન્સ 4,313,073 92,908 283,507
ઈટાલી 3,440,862 106,339 2,773,215
સ્પેન 3,234,319 73,744 2,992,848
તુર્કી 3,091,282 30,462 2,881,643
જર્મની 2,692,618 75,761 2,445,300

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here