અમદાવાદ : સર્વેની કામગીરી દરમિયાન ચેપ લાગતા શિક્ષકનું કોરોનાથી મૃત્યુ, LICએ અડધી કલાકમાં જ રૂ.13.60 લાખનો ક્લેઈમ પાસ કર્યો

0
28

અમદાવાદ. કોરોના મહામારીને કારણે લોકો આર્થિક રીતે અને માનસિક રીતે પડી ભાંગ્યા છે. તેવા સમયે કોઈ તેમની મદદે આવે તો તેમની તકલીફમાં મહદ અંશે રાહત મળી જાય છે. એક પરિવાર સાથે કંઈક આવુ જ બન્યું છે, જો કે આ પરિવારને દુઃખની ઘડીમાં મદદ મળતા કેટલેક અંશે રાહત મળી છે. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા અનિલ પટેલ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓ કોરોના કાળમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સર્વેની કામગીરી સંભાળી રહ્યાં હતા. આ કામગીરી દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ 17 મેના રોજ કોરોના વોરિયર એવા અનિલભાઈ પટેલ કોરોના સામેની જંગ હારી ગયા અને તેમનું અવસાન થઈ ગયું. ત્યાર બાદ LICએ માત્ર અડધી કલાકમાં જ તેમનો રૂ.13.60 લાખનો ક્લેઈમ મંજૂર કરતા મૃતકના પરિવારને આંશિક રાહત મળી હતી.

મૃતકના પરિવારનો સામેથી સંપર્ક કરી ક્લેઈમ મંજૂર કર્યો

હાલના કોરોનાના કારણે થતા મોતનો રેકોર્ડ LIC પાસે પણ આવતો હોવાથી આ ડેટાના આધારે સુભાષબ્રિજ બ્રાન્ચના CBO-13ના મેનેજર શ્રીવાસ્તવને પોતાના ત્યાં પૉલિસી ધરાવતા અનિલ પટેલના અવસાન અંગે જાણ થઈ. જેથી તેમણે આ અંગે તેમના CBOને મૃતકના પરિવારનો સંપર્ક કરવા જાણ કરી અને ભરતભાઇ ઠક્કરે અનિલ પટેલના પરિવારનો સંપર્ક કર્યો. ત્યાર બાદ તેમની પાસે જરૂરી બાબતો વેરિફાઈ કરી. હાલની લોકડાઉનની સ્થિતિમાં તેઓને કોઈ તકલીફ ન પડે તે રીતે તેમનો રૂ. 13.60 લાખનો ક્લેઈમ 18મેના રોજ તરીકે વેરિફાઈ કરીને માત્ર અડધી કલાકમાં મંજૂર કરી દીધો.

આ અંગે મૃતકના પરીવારજનોએ પોતાના તકલીફના સમયમાં મદદ કરનાર LIC અને તેમના અધિકારીઓનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here