વડોદરા : કોરોનાની મહામારી વચ્ચે પૂર્વ વિસ્તારમાં ટાઇફોઇડ અને કમળા સહિતના પાણીજન્ય રોગાચાળાએ માથુ ઉંચક્યું

0
13

વડોદરા. કોરોના વાઈરસના આક્રમણ વચ્ચે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ટાઇફોઇડ અને કમળો જેવા પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. તંત્ર દ્વારા કોરોના વાઈરસ અંગેની કામગીરી સાથે ફાટી નીકળેલા રોગચાળા અંગે ઉદાસીનતા રાખશે તો આગામી દિવસોમાં કોરોના વાઈરસની સાથોસાથ અન્ય રોગચાળો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

ક્લિનીકો અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો

વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ) જણાવ્યું હતું કે, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા તેમજ તેની આસપાસમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીઓમાં પીળા અને કાળા કલરનું દૂષિત પાણી આવી રહ્યું છે. દૂષિત પાણી મળવાના કારણે પરિવાર ચાર રસ્તા અને તેની આસપાસમાં આવેલી સોસાયટીઓમાં ટાઇફોઇડ તાવ અને કમળો જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે. ટાઇફોઇડ અને કમળાના દર્દીઓથી ક્લિનીકો અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

રોગચાળાએ બાળકોને ભરડામાં લેતા લોકોમાં ગભરાટ ફેલાયો

કોરોના વાઈરસ વચ્ચે ટાઇફોઇડ અને કમળો જેવા રોગચાળાએ બાળકોને ભરડામાં લેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. નોંધનીય છે કે, સમગ્ર આરોગ્ય વિભાગ હાલમાં કોરોના વાઇરસની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયું છે. કોરોના વાઇરસ અંગેની કામગીરી જરૂરી છે. પરંતુ તેની સાથે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં શરૂ થયેલા પાણીજન્ય રોગચાળા ઉપર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here