નોઈડામાં બેવિદ્યાર્થીના પિતાને કોરોનાનો ચેપ, ત્રણ દિવસ શળા માટે બંધ, ભારતમાં બે ફ્રેશ કેસ મળ્યા

0
7

દિલ્હી નજીક નોઈડાની ખાનગી શાળા બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે. ત્યાં અભ્યાસ કરતા બે બાળકોના પિતાને કોરોનાવાયરસના ટેસ્ટ પોઝીટીવ મળી આવ્યા છે. પૂર્વ દિલ્હીના રહેવાસી અને 45 વર્ષીય આ વ્યક્તિ, રાજધાનીની પહેલો વ્યક્તિ છે કે જેનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોનાનો વિશ્વભરના 88,૦૦૦ થી વધુ લોકોને ચેપ લગાડ્યો છે અને 3,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

નોઈડાની શાળાએ ચેપ ફેલાવાના ભયે હાઈસ્કૂલની ઈન્ટરનલ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. નોઈડામાં ગભરાટની લાગણી ફેલાતા સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા સમગ્ર સ્કૂલની સફાઇ કરવામાં આવી રહી છે. આગ્રામાં આયોજિત કરવામાં આવેલી બર્થ ડે પાર્ટીમાં પાંચ પરિવારો હાજર હતા અને તેઓ પણ કોરોના ચેપગ્ર્સત વ્યક્તિના સંસર્ગમાં આવ્યા હોવાની આશંકા છે. પાંચ પરિવાર પૈકી 6 જણાને તાવ અને અન્ય શારિરીક લક્ષણો જણાઈ આવ્યા હતા અને ત્યાર બાદ પૂણે ખાતે આવેલી નેશનલ ઈન્સટીટયૂટ ઓફ વિરોલોજીમાં તેમના બ્લડ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. હાલ પાંચેય પરિવારના લોકોને તેમના ઘરે જ આઈસોલેશન કરવામાં આવ્યા છે અને સારવાર કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here