મહેસાણા માં 11 અને કડી માં 2 સહિત જિલ્લામાં કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા

0
5

મહેસાણા. કોરોનાનો કહેર મહેસાણા જિલ્લામાં પણ યથાવત છે,. કોરોનાના કુલ કેસોની સંખ્યા 300ને પાર કરી ગઈ છે. આજે વધુ 15 કેસ નોંધાતા કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 318 થયો છે. આજે મહેસાણામાં 11 કેસો નોઁધાયા છે, ઉપરાંત કડીમાં વધુ 2 કેસ સામે આવ્યા છે. તેમજ કડી અને બેચરાજીમાં એક-એક કેસ સામે આવ્યા છે,

ગઈકાલે 12 કેસ નોંધાયા હતા

ગઈકાલે બુધવારે જિલ્લામાં 12 કેસ નોંધાયા હતા. જ્યારે વિસનગરના કાંસા ગામના સુરત સ્થિત તબીબ અને જોટાણાના બાલસાસણના યુવાનનું કોરોનાના કારણે મોત થયું હતું. બુધવારે મહેસાણા અને કડીમાં 5-5 જ્યારે બહુચરાજીમાં 2 પોઝિટિવ કેસ આવતાં તમામને આઇસોલેટ કરાયા છે.