સુરત : હીરા ઉદ્યોગ પર કોરોનાનો કહેર, 1400થી વધારે રત્નકલાકારો કોરોના પોઝિટિવ

0
12

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને પહેલાંથી જ ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહેલા સુરત હીરા ઉદ્યોગ પર હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરની આ હીરા ઉદ્યોગમાં અત્યાર સુધીમાં 1,700થી વધારે રત્નકલાકારો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. શહેરમાં આવેલા કતાર ગામ અને વરાછા તો જાણે કોરોનાનું હોટસ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા સોમવારે નગર નિગમમાં અપીલ કરવામાં આવી છે કે હીરા ઉદ્યોગમાં સમયમાં વધારો કરવામાં આવે અને પ્રત્યેક હેમરી વ્હીલ (હીરાના ગ્રાઇડિંગ અને પોલિશિંગ માટેના ઉપયોગમાં લેવામાં આવતું યંત્ર) જેના પર બે લોકોને બેસવાની મંજૂરી આપવામાં આવે.

સુરત નગર નિગમના આયુક્ત બી.એન. પનીએ વેપારી અને કારખાનાના માલિકો માટે કેટલાક માનક સંછાલન પ્રક્રિયા (SOPs) નક્કી કરી છે. તંત્ર દ્વારા હીરા ઉધોગના કારખાનાના માલિકોને જણાવામાં આવ્યું છે કે 50 ટકા કારીગરોને કામ પર બેસાડવામાં આવે અને કારખાનામાં હેમરી વ્હીલ પર માત્ર એક વ્યક્તિ જ પોલીશિંગ માટે બેસી શકશે. માર્કેટને બપોરે 2 થી 6 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે દેશની સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. સરકારે આર્થિક મુશ્કેલીઓના કારણે માર્કેટને ઓપન કરવાની મંજૂરી તો આપી દીધી, પરંતુ આ કારણે કોરોનાના વધતા કેસોનો એક અલગ પડકાર જોવા મળ્યો. કોરોનાના કારણે હીરા માર્કેટને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here