કોરોનાનો કહેર- ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સના 3 કર્મચારીઓનો રિપોર્ટ પોપોઝિટીવ આવ્યા, ખાનગી હોસ્પીટલમાં ચાલતી સારવાર

0
0
  • પોઝિટીવ આવેલા કર્મચારીઓ અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હોય તેનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ પૂર્ણ કરી દીધું

સીએન 24,ગુજરાત

અમદાવાદશહેરની વધુ એક ફાર્મા કંપની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સના 3 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. કંપનીએ આ અંગે એક આધિકારીક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત સપ્તાહે તેમના ત્રણ કર્મચારીઓમાં કોરોનાના લક્ષણો જણાતાં તેમના પરીક્ષણ કરવામાં આવ્યા હતા જે પોઝિટીવ આવ્યા હતા. ઇન્ટાસના ત્રણ કર્મચારીઓ સારવાર હેઠળ છે અને સ્થિર છે. અગાઉ અમદાવાદની જ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા પ્લાન્ટમાં કામ કરતાં 30 કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી ત્રણનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન રહેવાની સુચના આપી
કંપનીએ જણાવ્યું હતું કે, પોઝિટીવ આવેલા કર્મચારીઓ અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હોય તેનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ પૂર્ણ કરી દીધું છે. આ ઉપરાંત સરકારની માર્ગદર્શિકા મુજબ વધારાના કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન પર રહેવાની સૂચના આપી છે.

સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથે જોડાણ કર્યું
ઇન્ટાસે જણાવ્યું હતું કે, કંપનીએ તેમના કર્મચારીઓની સારવાર માટે અગ્રણી હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે. કંપની અધિકારીઓ આ કર્મચારીઓની સ્વાસ્થ્યની સ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યાં છે અને અમે મુશ્કેલીના આ સમયમાં તેમને અને તેમના પરિવારના સભ્યોને તમામ સપોર્ટની ખાતરી આપી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here