રાજકોટ : કોરોનાના કેસ વધતાં RMC એક્શન મોડમાં, શહેરમાં 7 સ્થળ પર ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવ્યાં

0
5

રાજકોટમાં કોરોના વિસ્ફોટ થતાં આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં એકાએક વધારો થતાં શહેરમાં અલગ અલગ 7 સ્થળો પર ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવ્યાં છે, જ્યાં લોકો કોરોના ટેસ્ટ કરાવી શકશે. રાજકોટમાં સરેરાશ આરોગ્ય કેન્દ્રોમાં 4941ની OPD નોંધાઈ છે.

ક્યા સ્થળો પર કોરોના ટેસ્ટ થશે

  • સેન્ટ્રલ ઝોન કોર્પોરેશન ઓફિસ
  • ત્રિકોણબાગ
  • કિસાનપરા ચોક
  • પેડક રોડ-હનુમાનજી મંદિર
  • રૈયા ચોકડી
  • કે.કે.વી.હોલ
  • બાલાજી હોલ

50 ધનવંતરી રથ દ્વારા 3 દિવસમાં 26,210 લોકોને તપાસવામાં આવ્યા

વધતા જતા કોરોનાના કેસને લઈને રાજકોટમાં 50 ધનવંતરી રથ દ્વારા છેલ્લા 3 દિવસમાં 26 હજાર 210 લોકોની તપાસ કરવામાં આવી હતી. 400થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા ત્રણ દિવસમાં 55 હજાર 211 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. શહેરમાં ધનવંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવિડ ટેસ્ટિંગ વ્હિકલ અને ડોર ટુ ડોર સર્વેલન્સ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.