- Advertisement -
અમદાવાદમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. આ મહામારીના કહેરથી સાબરમતી સેન્ટ્રલ જેલ પણ બાકાત રહી નથી. સેન્ટ્રલ જેલમાં સિરિયલ બ્લાસ્ટના કેદી સહિત 54 કેદીઓ અને જેલના 16 અધિકારી પણ કોરોનાગ્રસ્ત છે. હવે જેલમાં સુપ્રિટેન્ડેન્ટ અને PRO તરીકે કાર્યરત Dysp ડી.વી. રાણા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ડોક્ટરની ટીમ દ્વારા કેદીઓના કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેલ સ્ટાફ અને અધિકારીઓને કોરોના થતાં જેલ તંત્રની કામગીરી ખોરવાઈ છે.