સેલેબ્સમાં કોરોના : એક્ટર હિમાંશ કોહલીના ઘરે કોરોનાની એન્ટ્રી, માતા-પિતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટીન થયાં

0
0

‘યારિયા’ ફેમ એક્ટર હિમાંશ કોહલી લોકડાઉન પહેલાં જ પરિવાર સાથે દિલ્હીમાં છે. હિમાંશ ભલે ફિલ્મો કે ટીવી શોમાં દેખાતો નથી પણ તે સોશિયલ મીડિયાની મદદથી લોકોને એન્ટરટેઈન કરી રહ્યો છે. હાલમાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ચાહકોને જાણકારી આપી છે કે, કોરોના મહામારી મારા ઘર સુધી પહોંચી ગઈ છે. તેના ઘરના મેમ્બરમાં કોરોનાનાં માઈલ્ડ લક્ષણો દેખાયા હતા, ત્યારબાદ કોરોના ટેસ્ટમાં ઘરના ત્રણ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાની ખબર પડી છે.

https://www.instagram.com/p/CEeewj5ARDK/?utm_source=ig_embed

હાલ દરેક સભ્યો ઘરમાં સેલ્ફ ક્વોરન્ટીન છે. હિમાશે લખ્યું કે, છેલ્લા 2 દિવસથી મારી માતા, પિતા અને બહેન દિશામાં વાઈરલ ઇન્ફેક્શનના લક્ષણો દેખાયા હતા અને માઈલ્ડ તાવ હતો. હાલમાં અમે કોરોનાનો ટેસ્ટ પણ કરાવ્યો હતો તેમાં માતા, પિતા અને બહેનનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું નેગેટિવ છું.

‘અમે લોકો હોમ ક્વોરન્ટીન છીએ અને બધા પ્રકારની સાવધાની રાખી રહ્યા છીએ. મદદ અને સલાહ માટે અમે સરકારી ઓથોરિટીના આભારી છીએ. જે લોકો આપણને સુરક્ષિત રાખવા માટે મહેનત કરી રહ્યા છે તે બધાને સલામ. મને આશા છે કે આપણે જલ્દી રિકવર થઇ જઈશું. મને તમારી પ્રાર્થના અને પ્રેમની જરુર છે.’

https://www.instagram.com/p/B9oKCDMAL6L/?utm_source=ig_embed

હિમાંશ કોહલીએ વર્ષ 2014માં ફિલ્મ ‘યારિયા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પ્રથમ ફિલ્મમાં જ એક્ટરે દર્શકોને દિવાના બનાવી દીધા છે. આ ઉપરાંત તે ઘણા હિટ મ્યુઝિક વીડિયોમાં પણ સામેલ થયો છે. સિંગર નેહા કક્કર સાથે બ્રેકઅપ પછી હિમાંશ કોહલી ચર્ચાઓમાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here