Friday, April 19, 2024
Homeકોરોનાનો આંક 20 લાખ પાર, ગુમ છે મોદી સરકાર : રાહુલ ગાંધી
Array

કોરોનાનો આંક 20 લાખ પાર, ગુમ છે મોદી સરકાર : રાહુલ ગાંધી

- Advertisement -

દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસો 20 લાખને વટાવી ગયા છે, જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે, રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે, ’20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર.’ ખાસ વાત એ છે કે 17 જુલાઇએ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કોરોનાની ગતિ યથાવત રહેશે તો 10 ઓગસ્ટ સુધીમાં 20 લાખથી વધુ લોકોને ચેપ લાગશે, આ મુદ્દે સરકારે નક્કર અને આયોજિત પગલા લેવા જોઈએ.

દુનિયામાં પોતાનો કહેર વરસાવનાર કોરોનાવાયરસે ભારતમાં પણ પોતાનો કહેર યથાવત રાખ્યો છે. દેશમાં ગુરુવાર સુધી કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે , જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં છેલ્લા આંકડા અનુસાર , ભારતમાં છેલ્લા 24 કલાકમાં 56 , 282 નવા કેસ નોંધાયા છે , જ્યારે 904 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે , ત્યારબાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 19,64,536 થઈ ગઈ છે , જેમાંથી 5 લાખ 95 હજાર સક્રિય કેસ છે , જ્યારે 13 લાખ 28 હજારથી વધુ લોકો ઠીક થઇ ચુક્યા છે. જ્યારે 40,699 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular