ગુજરાતમાં કોરોનાનો પગ પેસારો, 3 શંકાસ્પદ કેસ, દિલ્હીની ટીમ ગુજરાતમાં

0
31

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફફડાટ છે ત્યારે ગુજરાતમાં પણ 8 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે હાલમાં કેન્દ્રની હેલ્થ ટીમ ગુજરાતમાં છે. આ ટીમે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાથે બેઠક કરી હતી. નોંધનીય છેકે, ગુજરાતના કુલ 930 જેટલા મુસાફરો હતા જેમાંથી 246 મુસાફરોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. જેમાં 8 કેસો શંકાસ્પદ હતા. આ કેસના સેમ્પલ હાલમાં પુણે મોકલ્યા છે જેમાંથી 5 નેગેટિવ આવ્યા છે. જ્યારે હજુ પણ 3 દર્દીના રિપોર્ટ વેઇટીંગમાં છે.

6 કરોડ લોકોના ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

ચીનમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં કુલ 492 લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ચીનમાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 24 હજાર કેસ નોંધાયા છે. ચીનના 15થી વધારે શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. અંદાજે 6 કરોડ લોકોના ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમગ્ર દુનિયાના ડોક્ટર્સ કોરોના વાયરસરૂપી વૈશ્વિક મહામારી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં કોરોના વિશ્વના વિવિધ દેશોમાં સતત ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા અને ચીન સિવાય અન્ય સાત દેશોમાં કોરોનાનું ઈન્ફેક્શન ફેલાયું છે.

વિશ્વના દેશોએ મૂક્યા આ પ્રતિબંધો

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે અસ્થાયી રીતે અન્ય દેશોના તે નાગરિકોના આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે કે જેમણે તાજેતરમાં ચીનની યાત્રા કરી હોય. વિયેતનામે પણ ચીનથી આવતી-જતી દરેક ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે કે રશિયાએ ચીન સાથેની રેલવે સેવા સસ્પેન્ડ કરી દીધી છે. ભારત, અમેરિકા, જર્મની, ઈરાન, શ્રીલંકા અને નેપાળ સહિતના દેશોએ ચીનથી તેમના નાગરિકોને પરત બોલાવી લીધા છે.

બનાસકાંઠામાં 81 છાત્રો પરત આવ્યા

ચાઇનાથી બનાસકાંઠા પરત ફરેલા 81 વિદ્યાર્થી સુરક્ષિત છે. 81 વિદ્યાર્થી આરોગ્ય વિભાગની નિગરાની હેઠળ છે અને એ તમામ વિદ્યાર્થી સુરક્ષિત છે. તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. એક પણ વિદ્યાર્થીને વાઇરસની અસર જોવા મળી નથી. આરોગ્યની ટિમો બનાવી મોનીટરીંગ થઇ રહ્યું છે.

નવસારીમાં 36 લોકો ચીનથી આવ્યા

નવસારી જિલ્લામાં ચીનથી 36 લોકો પરત ફર્યા છે. જે પરત આવ્યા છે તેમાં નવસારી તાલુકામાં 17, ગણદેવી તાલુકામાં 4, ચીખલી તાલુકામાં 2 અને જલાલપોર તાલુકામાં 13 લોકોનો સમાવેશ થાય છે. તમામને જિલ્લા આરોગ્ય વિભાગે ઓબ્ઝરવેશનમાં રાખ્યા છે. જેમાંથી કોઈપણ શખ્સમાં કોરોના વાયરસ પોઝિટિવ જણાયો નથી.ચીનથી આવેલા તમામને 14 દિવસ સુધી તમામ લોકોને તેમના ઘરે જ ઓબ્ઝરવેશનમાં રખાશે. આ ઉપરાંત નવસારી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here