હોકી કેમ્પમાં કોરોનાનો પગપેસારો : ભારતીય કેપ્ટન મનપ્રીતસિંહ સહિત પાંચ ખેલાડીઓ થયા સંક્રમિત

0
4

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓને બેંગલુરુમાં સ્પોર્ટ્સ ઓથોરિટિ ઓફ ઈન્ડિયાના નેશનલ સ્પોર્ટ્સ એક્સલન્સ સેન્ટરમાં રાષ્ટ્રીય હોકી શિબિરમાં રિપોર્ટ કર્યાં બાદ કોવિડ-19 તપાસમાં પોઝિટિવ આવ્યા. આ ખેલાડીઓ ઘરે બ્રેક બાદ ટીમ સાથે શિબિર માટે પહોંચ્યા હતા. મનપ્રીત સિવાય ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, જસકરન સિંહ, ડ્રેગ ફ્લિકર, વરૂણ કુમાર અને ગોલકીપર ક્રિષ્ના બી પાઠકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સ્પોર્ટ્સ ઓથોરિટિ ઓફ ઈન્ડિયાની પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર શિબિરમાં રિપોર્ટ કરનારા દરેક ખેલાડીઓના પહોંચવા પર રેપિડ કોવિડ-19 ટેસ્ટ કરવાવવો અનિવાર્ય કરવામાં આવ્યો છે. પોઝિટિવ આવેલા આ દરેક ખેલાડીઓએ એક સાથે જ મુસાફરી કરી હતી તો પુરી શક્યતા છે કે, ઘરેથી બેંગલુરુ પહોંચતા સમયે સંક્રમણ લાગ્યું હશે. શિબિર માટે રિપોર્ટ કરાવનારા મનપ્રીત સહિત દરેક ખેલાડી સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાક આઈસોલેશનમાં રહ્યાં છે અને વાઈરસના સંક્રમણની શક્યતાને રોકવા માટે તેમને સાવચેતીના ભાગરૂપે અલગ રાખવામાં આવ્યા હતા.

મનપ્રીતે સ્પોર્ટ્સ ઓથોરિટિ દ્વારા જાહેર નિવેદનમાં કહ્યું, હું સ્પોર્ટ્સ ઓથોરિટિના કેમ્પસમાં આઈસોલેશનમાં છું અને જે પ્રકારે અધિકારીઓએ સ્થિતિ સંભાળી તેનાથી હું ખુશ છું. હું ખુશ છું કે તેમણે દરેક ખેલાડીઓના રિપોર્ટ ફરજીયાત કર્યું છે. આ પગલાંથી યોગ્ય સમયે વાઈરસના સંક્રમણનો ખ્યાલ આવી જાય છે. હું સ્વસ્થ છું અને ઝડપથી સાજા થવાની આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here