કોરોનાના વધતો કહેર : વડાપ્રધાન મોદી આજે રાતે 8 વાગે દેશને સંબોધન કરવાના છે?

0
4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 24 માર્ચ 2020ના રોજ દેશમાં કોરોના મહામારીને રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરતાં દેશને એક સંબોધન કર્યું હતું. આ જાહેરાતના એક વર્ષ પછી આજે ફરી એક વાર સોશિયલ મીડિયા પર એવા ન્યૂઝ વાઈરલ થઈ રહ્યા છે કે, આજે રાતે 8 વાગે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરવાના છે. આજે લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વડાપ્રધાન મોદીના સંબોધનને સર્ચ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર આજે સૌથી વધારે સર્ચ કરવામાં આવતો ટોપિક છે- શું વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધન કરવાના છે?

ફેક ન્યૂઝ

આ સિવાય ઘણાં ચેટ્સ ગ્રુપમાં પણ આ જ પ્રકારના ન્યૂઝ સર્ક્યુલેટ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન મોદી એક વર્ષ પછી આજના જ દિવસે ફરી એક વાર દેશને સંબોધન કરવાના છે. જોકે જ્યારે આ વાઈરલ મેસેજનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ ફેક ન્યૂઝ છે. વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધન કરવાના નથી.

સોશિયલ મીડિયા પર કોઈ જાહેરાત નથી કરાઈ

વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધન કરવાના છે તે વિશે હજી કેન્દ્ર સરકાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. જો વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરવાના હોય તો તે વિશેની માહિતી તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને પીએમઓના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર આપવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે આ બંને ટ્વિટર એકાઉન્ટ પર આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તેથી સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાન મોદી આજે દેશને કોઈ પણ સંબોધન કરવાના નથી.

કોરોના સંકટમાં વડાપ્રધાને ક્યારે ક્યારે રાષ્ટ્રને સંબોધન કર્યું?

19 માર્ચ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ પર પહેલીવાર આ જ દિવસે સંબોધન કર્યું હતું અને આ દિવસે તેમણે 22 માર્ચે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી.

24 માર્ચ:

બીજા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જે 25 માર્ચથી શરૂ થઈને 21 દિવસ માટે લગાવવામાં આવ્યું હતું.

3 એપ્રિલ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં લોકોને દિવો પ્રગટાવવાની અપીલ કરી હતી. દેશમાં કોરોના વોરિયર્સના સન્માનમાં રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દિવો પ્રગટાવવાની અપીલ કરવામાં આવી હતી.

14 એપ્રિલ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન 2.0ની જાહેરાત કરી, જે 3 મેથી શરૂ થયું. ત્યારપછી દરેક લોકડાઉનની જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.

12 મે:

વડાપ્રધાને છેલ્લે 12 મેના રોજ સંબોધન કર્યું. તેમાં તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેના અંતર્ગત દેશના નાના વેપારી, શ્રમિક મજૂરો, ગરીબોને આર્થિક મદદ, લોનની મદદની જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here