ગુજરાત : રાજ્યમાં કોરોનાની સૌથી વધુ સ્પીડ, દેશના 13% કેસ, 19% મોત ગુજરાતમાં, કુલ દર્દી 4395 અને કુલ મૃત્યુઆંક 214

0
18

એપ્રિલ મહિનો ગુજરાતને કોરોના મામલે ખૂબ ભારે પડ્યો છે. એપ્રિલની પહેલી તારીખે જ્યાં ગુજરાત કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં પ્રથમ દસમાં પણ ન હતું, મહિનાના મધ્યભાગ સુધીમાં તો તે પાંચમાં ક્રમે આવ્યાં અને વીસમા દિવસથી જ ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું. ગુરુવારે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે ગુજરાતમાં કુલ 4,395 પોઝિટીવ કેસ નોંધાયા છે જે દેશના કુલ કેસના 13 ટકા છે, જ્યારે 214 મરણના કિસ્સા સાથે આખા ભારતમાં કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તે પૈકી 19 ટકા ગુજરાતના છે.

21 એપ્રિલે ગુજરાતમાં કુલ પોઝિટીવ કેસ 2,100 આસપાસ હતાં

ગુરુવારે એક સાથે 313 કેસના ઉછાળા સાથે અને તેમાં પણ અમદાવાદના જ સૌથી વધુ 249 કિસ્સા સાથે રાજ્યમાં કોરોનાએ ગુજરાતને જબરદસ્ત રીતે ભરડામાં લીધું છે. આમ જોઇએ તો ગુજરાતમાં એક જ મહિનામાં પોઝિટીવ કેસ 50 ગણાં કરતાં વધી ગયાં છે. પહેલી એપ્રિલે ગુજરાતમાં માત્ર 87 પોઝિટીવ કેસ હતાં જે મહિનાના આખર દિવસે 4,395 થયાં છે. તો આઠ દિવસમાં જ કેસ બમણાં થઇ ગયાં છે. હજુ 21 એપ્રિલે ગુજરાતમાં કુલ પોઝિટીવ કેસ 2,100 આસપાસ હતાં.

પહેલી એપ્રિલે મૃત્યુનો આંકડો માત્ર 6નો હતો

એવી જ રીતે મૃત્યુના કિસ્સા જોઇએ તો ગુરુવારે નોંધાયેલાં નવા 17 મરણના કિસ્સા સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 214 છે. પહેલી એપ્રિલે આ આંકડો માત્ર 6નો હતો જે દર્શાવે છે કે એક જ મહિનામાં મૃત્યુનું પ્રમાણ 36 ગણું વધ્યું છે. ગુરુવારે નોંધાયેલા કુલ મૃત્યુના આંકમાં અમદાવાદમાં 12, સૂરતમાં 3 વડોદરામાં 1 જ્યારે આણંદમાં એક કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામ્યાં છે. આ સત્તર પૈકી 5ને બીજી કોઇ બિમારી પણ ન હતી. મૃત્યુ પામનારાઓની ઉંમર 34થી લઇને 80 વર્ષની હતી.

કુલ દર્દી 4395 , 214ના મોત અને 613 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 3026 149 316
વડોદરા 289 17 87
સુરત 614 25 54
રાજકોટ 58 01 17
ભાવનગર 47 05 21
આણંદ 74 04 24
ભરૂચ 31 02 20
ગાંધીનગર 48 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 10
પંચમહાલ 34 02 03
બનાસકાંઠા 28 01 04
છોટાઉદેપુર 13 00 06
કચ્છ 06 01 05
મહેસાણા 08 00 02
બોટાદ 20 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 05 00 01
ખેડા 06 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 11 00 00
અરવલ્લી 19 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 06 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ  4395 214 613

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here