વડોદરાના ખાનપુરમાં કોરોનાનાં હાહાકારથી ફફડાટ

0
2

કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25577 પર પહોંચી ગયો છે. ગત રોજ કોરોનાને કારણે વધુ એક મોત નીપજતાં મૃત્યુઆંક 243 થયો છે. ગત રોજ વડોદરા શહેર જિલ્લામાં નવા 59 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 24716 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 618 એક્ટિવ કેસ પૈકી 95 દર્દી ઓક્સિજન ઉપર અને 44 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 479 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ખાનપુર ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરાયું છે.

31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર

વડોદરાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ખાનપુર ગામમાં કોરોનાનાં એક જ સપ્તાહમાં 47 કેસથી હાહાકાર મચ્યો છે. ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ગામનાં પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ સામે આવ્યા છે. જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર ગામને સેવયંભૂ લોકડાઉન કરાયું છે. આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ગામમાં 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ગામના રસ્તાઓ પર બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.

ગામના રસ્તાઓ પર બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7829 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25,577 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3796, પશ્ચિમ ઝોનમાં 4230, ઉત્તર ઝોનમાં 5013, દક્ષિણ ઝોનમાં 4673, વડોદરા ગ્રામ્યમાં 7829 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ જ્યુબીલીબાગ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, વારસીયા, ફતેપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, સમા
ગ્રામ્યઃસાવલી, કોયલી, બાજવા, કોલીયાદ, ટીંબી, ડભોઇ, વાઘોડીયા, પાદરા, પોર, ડેસર

આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here