સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ પર કોરોનાની અસર : ગૃહ મંત્રાલયની એડવાઈઝરી- સામૂહિક આયોજન ન કરો, ટેક્નોલોજીના ઉપયોગથી ઉજવણી કરો

0
6

નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઈઝરી જાહેર કરી છે. જે તમામ સરકારી ઓફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઈઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામૂહિક આયોજનો ન કરવાની સલાહ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આઝાદીના પર્વની ઉજવણી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનીસ્ટ્રીએ આ સલાહ દેશમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આપી છે.

સંક્રમણનું જોખમ

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસટન્સીંગ, માસ્ક, સેનેટાઈઝેશન જેવા ઉપાયો અપનાવવા પડશે. ભીડ ભેગી ન કરવા માટે તેનું ધ્યાન રાખવું પડશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. વેબ કાસ્ટ દ્વારા સમારોહનું સીધું પ્રસારણ કરવું જોઈએ.

રાજ્ય સરકારને સલાહ

રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડોક્ટર્સ, અન્ય હેલ્થ વર્કર્સ અને સફાઈ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારોહમાં આમંત્રિત કરો. એવા લોકો જેમણે કોરોનાને હરાવ્યો છે, એટલે એવા લોકો જે સાજા થયા છે, તેમને પણ સમારોહમાં બોલાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here