કોરોનાનો કહેર -વધુ એક છબરડો, આરોગ્ય ખાતું 50 દિવસથી ઘરમાં બંધ હાસ્યકલાકાર ડૉ.જગદીશ ત્રિવેદીને ક્વોરન્ટીન કરવા આવ્યું

0
8
ડૉ.જગદીશ ત્રિવેદીની ફાઈલ તસવીર
ડૉ.જગદીશ ત્રિવેદીની ફાઈલ તસવીર

સીએન 24, ગુજરત

સુરેન્દ્રનગર. સરકારી અધિકારીઓનો વધુ એક અંધેર વહીવટનો કિસ્સો સામે આવ્યો છે. જાણીતા હાસ્ય કલાકાર ડૉ.જગદીશ ત્રિવેદીએ પ્રથમ લોકડાઉન(24 માર્ચ)થી પહેલા એટલે કે 21 માર્ચથી ઘરને તાળુ મારીને લોકડાઉનનું પાલન શરૂ કરી દીધી હતું. ત્યાર બાદ બીજું અને ત્રીજું લોકડાઉન જાહેર થતાં તેઓ છેલ્લા 50 દિવસથી ઘર બહાર નીકળ્યા જ નથી. જેને આજે સાંજે પાંચ વાગ્યે 50 દિવસ(10 મે) પુરા થતા ઘરના મેઈન ગેટનું બારણું ખખડે છે. તેમણે દરવાજો ખોલીને જોયું તો વઢવાણ આરોગ્ય કચેરીના ચાર અધિકારી તેમના નામનો સરકારી ઓર્ડર લઈ ક્વોરન્ટીન કરવા આવ્યા હતા.

સામાજિક અંતરનું કડક પાલન કર્યું એ બદલ સન્માનને બદલે કર્મચારીઓ અપમાન કરવા આવ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોઈ કોકીલાબહેન નામના મહિલા અધિકારીએ આ લોકોને ડૉ.જગદીશ ત્રિવેદીના ઘરે મોકલ્યા હતા. આ સમયે  ડૉ.જગદીશ ત્રિવેદીએ સરકારી માણસોને જણાવ્યું કે આજે સવારે અમારી શેરીમાં કોઈ એક દંપતી અમદાવાદથી આવ્યું છે બાકી હું કે મારા પત્ની બન્ને તો 50 દિવસથી  ઘરમાં જ છીએ. ત્યારબાદ એ અધિકારીઓ સાચા સરનામે ગયા હતા. આવો અંધેર વહીવટ ગામોગામ જોવા મળે છે. અમદાવાદમાં એક જીવતાં દર્દીને હોસ્પિટલવાળાએ કાગળ ઉપર મૃત જાહેર કરી દીધો હતો. જગદીશ ત્રિવેદીએ પોતાની હળવી શૈલીમાં કહ્યું હતું કે મેં 50 દિવસથી સામાજિક અંતરનું કડક પાલન કર્યું એ બદલ મારું સન્માન કરવાને બદલે આ કર્મચારીઓ મારું અપમાન કરવા આવ્યા હતા.