કોરોનાનો પ્રકોપ ઝીલી રહેલા અમેરિકનો માટે ટ્રમ્પના એક નિર્ણયે વધારી મુશ્કેલીઓ.

0
5

વોશિંગ્ટન: અમેરિકામાં હાલ લોકોને કોરોના રાહત પેકેજ નહીં મળે. કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેકેજ પર સાઈન કરી નથી. તેમણે આ પેકેજ પર શનિવારે હસ્તાક્ષર કરવાના હતા. પરંતુ તેમણે સાઈન કરવાની ના પાડી દીધી.

એક કરોડથી વધુ લોકો પર થશે અસર

ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર ન કરવાના કારણે હવે ત્યાંની જનતાને મળનારી 2 લાખ 30 હજાર અમેરિકી ડોલરની રાહત રકમ મળી શકશે નહીં. તેની અસર ત્યાંના એક કરોડથી વધુ નાગરિકો પર પડશે. વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે આ રાહત રકમ લોકો માટે ખુબ ઓછી છે આથી તેને વધારવી જોઈએ.

જો બાઈડેને ટ્રમ્પને આપી ચેતવણી

અત્રે જણાવવાનું કે નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને આ પેકેજ પર હસ્તાક્ષર કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ છે. તેમણે ચેતવણી આપી કે જો આ પેકેજ પર હસ્તાક્ષર ન કર્યા તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

બંને જૂથોમાં બનેલી છે તણાવની સ્થિતિ

પેકેજ પર હસ્તાક્ષર ન થવાથી હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન જૂથ વચ્ચે ઘર્ષણની નવી સ્થિતિ પેદા થઈ છે. આ બંને જૂથોમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદના ચૂંટણી પરિણામોને લઈને પહેલેથી વિવાદ ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો બાઈડેનની જીતને અત્યારના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર કર્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here