સેલેબ્સમાં કોરોના : રેપર રફ્તારનો ત્રીજી વખત કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રફ્તારે કહ્યું………

0
0

રેપર રફ્તાર કોરોના સંક્રમણનો શિકાર બન્યો છે. પરંતુ રફ્તારે આ વાતને નકારી દીધી છે. ઇન્સ્ટા સ્ટોરીમાં એક વીડિયો શેર કરીને તેણે જણાવ્યું કે તેને કોરોના સંક્રમણના કોઈપણ લક્ષણ નથી. ટેસ્ટ રિપોર્ટમાં નક્કી કોઈ ટેક્નિકલ એરર છે.

રોડીઝ પર જવાનો હતો રફ્તાર

વીડિયોમાં રફ્તાર કહી રહ્યો હતો કે તેને રોડીઝ પર જવાનું હતું. તે પહેલાં સાવચેતીના ભાગ રૂપે તેનો કોવિડ ટેસ્ટ થયો. અગાઉના બે ટેસ્ટ નેગેટિવ આવ્યા પણ ત્રીજો પોઝિટિવ આવ્યો. ત્યારબાદ BMCએ તેને હોમ આઇસોલેટ થવા કહ્યું. રફ્તારે કહ્યું- હવે હું આગામી રિઝલ્ટ ટેસ્ટની રાહ જોઈ રહ્યો છું કારણકે આમાં કોઈ ટેક્નિકલ એરર છે કારણકે હું એકદમ ફિટ એન્ડ ફાઈન છું.

 

મને નથી લાગતું કે મને કોઈ બીમારી છે. કોઈ લક્ષણ પણ નથી દેખાઈ રહ્યા. આ મારી ડ્યુટી છે એટલે હું આઇસોલેટેડ છું. જે પણ હશે બધાને અપડેટ કરીને જણાવીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here