ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોના : પાર્થની કો-એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસનો કોરોના રિપોર્ટ નેગેટિવ, આમના શરીફનો સ્ટાફ મેમ્બર પોઝિટિવ

0
0

કસૌટી ઝીંદગી કેના લીડ સ્ટાર પાર્થ સમથાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેટ પર સ્ટ્રેસનો માહોલ છવાઈ ગયો હતો. જે સમયે રિપોર્ટ આવ્યો ત્યારે પણ સેટ પર 30 લોકો હાજર હતા. ત્યારબાદ બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ વચ્ચે અફવા ફેલાઈ રહી હતી કે લીડ એક્ટ્રેસ એરિકા પણ કોરોના પોઝિટિવ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હવે આ વાત પાયાવિહોણી સાબિત થઇ ગઈ છે.

પોતાના રિપોર્ટ વિશે માહિતી આપતા એરિકા લખ્યું, હવે મને મારું રિઝલ્ટ મળી ગયું છે અને તે નેગેટિવ છે. તમારી દુઆ અને ચિંતા માટે આભાર. રિપોર્ટ આવ્યા પહેલાં જ સોશિયલ મીડિયા પર એરિકા કોરોના પોઝિટિવ છે એમાં સમાચાર વહેતા હતા. આ બાબતે મંગળવારે એક્ટ્રેસે લખ્યું, મારા રિપોર્ટને લઈને ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે જે મારા ધ્યાનમાં આવી છે. મારા રિપોર્ટ હજુ આવ્યા નથી પણ આશા રાખું છું કે તે નેગેટિવ જ આવે.

આમના શરીફનો સ્ટાફ મેમ્બર પોઝિટિવ 
શોમાં કોમોલિકાનો રોલ પ્લે કરનાર આમના શરીફે પાર્થ સાથે શૂટિંગ કર્યું હતું ત્યારબાદ તેણે તેના સ્ટાફ અને પરિવારનો ટેસ્ટ કરાવ્યો. આમના અને તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેના સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ છે. આ વાતની જાણકારી આમનાએ ખુદ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં આપી હતી. સાથે જ તેણે લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરીને બીએમસીનો આભાર માન્યો છે.

સિરિયલના અન્ય લીડ સ્ટારકાસ્ટનો રિપોર્ટ નેગેટિવ 
પાર્થ બાદ અન્ય સ્ટારકાસ્ટના પણ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં એરિકા, આમના, કરણ પટેલ, શુભાવી ચોક્સી અને પૂજા બનર્જીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભાસ્કર સાથેની વાતચીતમાં એરિકા અને શુભાવીએ કહ્યું હતું કે પાર્થનો રિપોર્ટ આવ્યા બાદ સેટ પર બધા પેનિક થઇ ગયા હતા. હાલ તો શૂટિંગ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here