મોનસૂન સત્ર પહેલા 17 સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : પ્રવેશ વર્મા, અનંત હેગડે કોરોનાગ્રસ્ત

0
0

દેશના 17 સાંસદોના કોરોનાના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાંસદોમાં બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકના બીજેપી સાંસદ અનંત કુમાર હેગડે સામેલ છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થતા પહેલા આ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે સંસદનું મોનસુન સત્ર શરૂ થઈ ગયું છે. કોરોના સંક્રમણના કારણે સંસદમાં ખૂબ જ સાવધાની રાખવામાં આવી રહી છે. સંસદની કાર્યવાહીમાં માત્ર તે જ સાંસદ ભાગ લઈ શકે છે, જેમનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નિગેટિવ આવ્યો છે. દિલ્હીમાં સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા જઈ રહેલા તમામ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા અને અનંત કુમાર હેગડેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણે આ સાંસદો સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યાં નથી.

આ 17 સાંસદો છે કોરોના પોઝિટિવ

કોરોના પોઝિટિવ આવેલા બીજી સાંસદોમાં સુખબીર સિંહ, ડો સુકાન્તા મજૂમદાર, જી માધવી, પ્રતાપ રાવ જાધવ, જનાર્દન સિંહ સિગ્રીવાલ, હનુમાન બેનીવાલ, વિદાયુત વરન મહતો, પ્રદાન બરુઆ, એન રેડપ્પા, સેલ્વમ જી, પ્રતાપ રાવ પાટિલ, રામશંકર કઠેરિયા, સત્યપાલ સિંહ, રોડમલ નાગર સામેલ છે. જોકે સાંસદ હનુમાન બેનિવાલે કહ્યું કે તેમનો રિપોર્ટ ક્યાંક નેગેટિવ આવી રહ્યો તો ક્યાંક પોઝિટિવ. આવા સંજોગોમાં તે ક્યાં રિપોર્ટને સાચો માને.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here