વડોદરા : વેજલપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા યુવાન સામે ફરિયાદ થાય તે પહેલા કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો,

0
0

વડોદરા. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવાન સામે પોલીસ ફરિયાદ થાય તે પહેલા યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બુધવારે આરોપીનો રિપોર્ટ કરીને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોપી સદામ યુસુફ ગોધરીયા(ઉ.27) વેજલપુરનો રહેવાસી છે અને બળદને કતલખાને લઇ જતી વખતે પોલીસે તેને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ત્યાર યુવાનને પોલીસ જાપ્તા સાથે ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 961 થઇ

કારેલીબાગ પોલીસ સ્ટેશનના PSI એચ. એમ. પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી તેમના સંપર્કમાં આવેલા બે પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 961 ઉપર પહોંચી ગઇ છે. સત્તાવાર મૃત્યુઆંક 42 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 548 દર્દી કોરોના મુક્ત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here