વડોદરા : સયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મીઓના કોરોનાગ્રસ્ત સુપરવાઇઝરને સયાજીમાં જ સમયસર સારવાર ન મળી

0
0

શહેરની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના સુપરવાઇઝરને કોરોના પોઝિટિવ આવતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, કોરોનાગ્રસ્ત સુપરવાઇઝરને સમયસર સારવાર ન મળતા પરિવારજનો અને ચોથા વર્ગના કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સુપરવાઇઝરને કલાકો સુધી હોસ્પિટલમાં કોઇ સારવાર મળી ન હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા કેટલાંક સમયથી સયાજી હોસ્પિટલ આગ, સ્વચ્છતા, સારવાર જેવા વિવિધ પ્રશ્નોને લઇ વિવાદમાં આવી રહી છે. ત્યારે ચોથા વર્ગના કર્મચારીઓના સુપરવાઇઝરને ખૂદ સમયસર સારવાર ન મળતા હોસ્પિટલના સબસલામતના દાવાની પોલ ખૂલી ગઇ છે.

સુપરવાઈઝરનો ગત રોજ કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો

સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર સહિત વિવિધ વિભાગોમાં 400 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ ફરજ બજાવી રહી છે. કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓના સુપર વાઇઝર પ્રકાશ રાઠોડ છે. સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટર સહિત વિવિધ વોર્ડમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની દેખરેખ રાખે છે. પરંતુ, સુપરવાઇઝર પ્રકાશ રાઠોડને સોમવારે શ્વાસ લેવામાં તકલિફ થતાં સાંજે પાંચ વાગે તેમનો ભાઇ સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. આથી તેઓને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુપરવાઇઝર પ્રકાશ રાઠોડને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને થતાં મોટી સંખ્યામાં કોન્ટ્રક્ટના મહિલા કર્મચારીઓ સહિત કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા.

સુપરવાઇઝરને સમયસર સારવાર ન મળે તો સામાન્ય કર્મીએ શું અપેક્ષા રાખવી

સુપરવાઇઝર પ્રકાશ રાઠોડના ભાઇએ આક્ષેપ કર્યો હતો કે, મારા ભાઇને સયાજી હોસ્પિટલમાં 5 વાગ્યાના દાખલ કરવામાં આવ્યા છે. રાતના 12 વાગી ગયા છે. પરંતુ, મારા ભાઇની કોઇ સારવાર શરૂ કરવામાં આવી નથી. એક માત્ર દવાની ગોળી આપવામાં આવી છે. મારો ભાઇ સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓના સુપરવાઇઝર હોવા છતાં તેઓને યોગ્ય સારવાર ન મળે તે દુઃખની વાત છે. સુપરવાઇઝર પ્રકાશ રાઠોડને દાખલ કરવામાં ન આવતા એકઠા થઇ ગયેલા કર્મચારીઓએ સુપરવાઇઝરને યોગ્ય સારવાર મળતી ન હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમો ચોથા વર્ગના કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. અમોને કોઇ સુવિધા આપવામાં આવતી નથી. અમે હોસ્પિટલની ગમે તેવી ગંદકી ઉપાડી રહ્યા છે. જો અમારા કોરોના ટેસ્ટ કરવામાં આવે તો તમામનો ટેસ્ટ પોઝિટિવ આવે. હાલ અમારા સુપરવાઇઝર પ્રકાશ રાઠોડ હોસ્પિટલમાં દાખલ છે. જો તેમને યોગ્ય સારવાર મળતી ન હોય તો અમારા જેવા કર્મચારીઓ દાખલ થાય તો સારવાર માટે કેટલી અપેક્ષા રાખવી.

યોગ્ય સારવાર મળી રહે તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છેઃ સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયર

સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે આ બાબતે જણાવ્યું કે, કોન્ટ્રાક્ટના ચોથા વર્ગના કર્મચારીઓના સુપરવાઇઝર પ્રકાશ રાઠોડને સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના પાંચમાં માળે સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરો દ્વારા તેમને યોગ્ય સારવાર મળી રહે તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમારા માટે દરેક વ્યક્તિ સમાન દર્દી છે તે સમજીને સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસ પૂર્વે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. આથી અમો કોન્ટ્રાક્ટરને બોલાવી કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here