અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજાવતા ASIનું કોરોનાથી મોત,

0
3

શહેરમાં હવે કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ કોરોનાનાં ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. શહેર પોલીસમાં ફરજ બજાવતા વધુ એક પોલીસકર્મીનું કોરોનાનાં કારણે મોત થયું છે. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI ગોવિંદભાઈ બાબુભાઇનું કોરોનાની બિમારીની સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જેને લાઇ પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઇ છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ અને રાજ્યમાં કુલ 3 પોલીસકર્મીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.