કોરોના અપડેટ : કોરોનાવાઈરસ પર કાબુ મેળવવામાં 5 વર્ષનો સમય લાગી શકે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી

0
0

જિનીવા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાની મહામારી અંગે ચેતવણી જાહેર કરી છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથે એક ડિજિટલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,  કોરોનાવાઈરસને કંટ્રોલ કરવામાં 5 વર્ષનો સમય લાગી શકે છે. તેમણે કહ્યું, 4-5 વર્ષમાં અમે તેના પર કાબુ મેળવી શકીશું.

વાઈરસની મેચ્યોરિટી જોવી પડશે

સૌમ્યા સ્વામિનાથે કહ્યું કે, એવા બધા પાસાઓ જોવાના છે જે વાઈરસને પરિપક્વ (મેચ્યોર) બનાવે છે. વેક્સીન તૈયાર કરવી એ એક સારો વિચાર છે પરંતુ સંક્રમણને ફેલાતો રોકવા માટે ઉપાય કરતાં રહેવું પડશે.

ઘણા સવાલોના જવાબ બાકી છે

વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથન કહે છે કે વેક્સીન તૈયાર કરવાનો એકમાત્ર રસ્તો છે પરંતુ તેને લઈને પણ ઘણા સવાલો છે, જેમ કે, તે કેવી રીતે કામ કરશે, તે કેટલી સુરક્ષિત હશે. તે ઉપરાંત વેક્સીન મોટા પાયે બનાવવામાં આવશે કે નહીં અને તે સમાન રીત તે બધા માટે ઉપલબ્ધ હશે કે કેમ. આવા તમામ પ્રશ્નોના જવાબો બાકી છે.

હાલની પરિસ્થિતિ કેટલી સામાન્ય છે તે સમજવા માટે મોટો પડકાર

સૌમ્યા સ્વામિનાથનના જણાવ્યા મુજબ, વાઈરસના જોખમનું વિશ્લેષણ અને લોકડાઉનના ફાયદાઓથી એ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નવી પરિસ્થિતિઓ કેટલી સામાન્ય થઈ છે. નીતિ તૈયાર કરનારાઓ માટે આ સૌથી મોટો પડકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here