Saturday, August 20, 2022
Homeસાવધાન : સાવચેતી ન રાખવામાં આવી તો કોરોનાવાઈરસને લઈ સ્થિતિ વધુ ખરાબ...
Array

સાવધાન : સાવચેતી ન રાખવામાં આવી તો કોરોનાવાઈરસને લઈ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે: WHO

- Advertisement -

કોરોનાવાઈરસના કેસોની સંખ્યા 1.3 કરોડને પાર પહોંચી છે. કોરોનાવાઈરસની પરિસ્થિતિ આનાથી પણ ખરાબ થઈ શકે છે. તેવું કોઈ સંશોધક કે વૈજ્ઞાનિક નહીં પરંતુ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ડાયરેક્ટર ટેડ્રોસ અદાનહોમ જણાવી રહ્યા છે. ટેડ્રોસનું કહેવું છે કે કોરોનાવાઈરસથી બચવા માટે બેઝિક સાવચેતીના પગલા ન લેવામાં આવ્યા તો સ્થિતિ અતિગંભીર બની શકે છે.

મહામારી ચાલતી જ જશે અને તે અતિગંભીર બનતી જશે: ટેડ્રોસ

એક વર્ચ્યુઅલ મીટિંગમા ટેડ્રોસે જણાવ્યું હતું કે, હાલ ઘણા બધા દેશો ખોટી દિશામાં આગળ વધી રહ્યા છે. હાલ આ વાઈરસ જનતાનો સૌથી મોટો દુશ્મન છે. જો બેઝિક સાવચેતીના પગલાં ન લેવામાં આવ્યા તો મહામારી ચાલતી જ જશે અને તે અતિગંભીર બનતી જશે.

ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં અનલોક લાગુ છે. તેનો પ્રભાવ કોરોનાના કેસ પર સાફ નજરે પડી રહ્યો છે. ભારત સહિત અનેક દેશ અનલોક તરફ વળ્યા છે. જો આ સમયે સાવચેતી ન રાખવામાં આવી તો આવનારી પરિસ્થિતિની કલ્પના પણ થઈ શકે તેમ નથી. ભારતમાં હાલ કોરોનાવાઈરસના કેસોની કુલ સંખ્યા 9,06752 છે. તેમાંથી  57 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો 42 હજારને પાર કરી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular