કોરોનાવાઈરસ લૉકડાઉન : અક્ષયની ‘સૂર્યવંશી’ અને રણવીરની ‘83’ ઈન્સ્યોરન્સ કવર હેઠળ નહોતી, મોટા નુકસાનની આશંકા?

0
8

મુંબઈ. કોરોનાવાઈરસને કારણે દેશને જ નહીં સિનેમા ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને ફિલ્મ્સ રિલીઝ અટકાવી દેવામાં આવી છે. જોકે, અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ તથા રણવીર સિંહની ‘83’ને સૌથી વધુ નુકસાન ઉઠાવવું પડે તેમ માનવામાં આવે છે.

શા માટે આ ફિલ્મને નુકસાન થઈ શકે છે?
રોહિત શેટ્ટીની કોપ ફ્રેન્ચાઈઝી હેઠળ બનેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ 24 માર્ચે રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાવાઈરસને કારણે રીલિઝ ડેટ અચોક્કસ મુદત સુધી ટાળી દેવામાં આવી હતી. ‘83’ પણ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ તે પણ રિલીઝ થશે નહીં. આ ફિલ્મને એટલા માટે નુકસાન સહન કરવું પડશે, કારણ કે આ ફિલ્મ્સ રિલીઝ થઈ નથી. સૂત્રોના મતે, ઈન્સ્યોરન્સ પોલિસી પ્રમાણે,જે ફિલ્મ રિલીઝ થઈ નથી તે ઈન્સ્યોરન્સ કવર હેઠળ આવતી નથી. કોરોનાવાઈરસને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ નથી અને તેને કારણે જે નુકસાન થયું, તે ઈન્સ્યોરન્સ કંપની ભરપાઈ કરશે નહીં.

કેમ કવર નથી?
અંગ્રેજી અખબાર મુંબઈ મિરરે આ સંબંધે ઈન્સ્યોરન્સ એક્સપર્ટ્સ સાથે વાત કરી હતી. તેમના મતે, ફેબ્રુઆરીથી કોરોનાવાઈરસને કારણે સિનેમા ઈન્ડસ્ટ્રીઝ પર ઘણી જ અસર પડી છે. પ્રોડક્શન દરમિયાન ફિલ્મમેકરને થયેલું નુકસાન ઈન્સ્યોરન્સમાં આવે નહીં. ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવે અથવા શૂટિંગ પોસ્ટપોન થાય તો તે ઈન્સ્યોરન્સમાં આવતું નથી. કોરોનાવાઈરસ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવતું નહોતું.

વધુમાં મુંબઈ મિરર સાથેની વાતચીતમાં અલાઈન્સ ઈન્સ્યોરન્સ બ્રોકર્સે કહ્યું હતું કે નુકસાન કવર નથી પરંતુ તેમના ક્લાઈન્ટ્સ વેન્ડર્સ સાથે વાતચીત કરીને આ મેનેજ કરી રહ્યાં છે. સૌથી વધુ નુકસાન થિયેટર માલિકોને થઈ રહ્યું છે. છેલ્લાં કેટલાંય દિવસોથી થિયેટર્સ બંધ છે.

આ ફિલ્મ્સને પણ અસર થશે
‘83’ તથા ‘સૂર્યવંશી’ ઉપરાંત ‘સંદીપ ઔર પિંકી ફરાર’, ‘કૂલી નંબર 1’, ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ‘લક્ષ્મી બોમ્બ’, ‘મુંબઈ સાગા’, ‘થલાઈવી’, ‘શેરશાંહ’, ‘સડક 2’, ‘શમશેરા’ તથા ‘ભૂલ ભુલૈયા 2’ને અસર પડી શકે તેમ છે. આ તમામ ફિલ્મ્સ મે તથા જૂન મહિનામાં રિલીઝ થવાની છે.

આટલું જ નહીં રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’, અક્ષય-સારા-ધનુષની ‘અતરંગી રે’, આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, શાહિદ કપૂરની ‘જર્સી’, કાર્તિક-જાહન્વીની ‘દોસ્તાના 2’, આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ જેવી ફિલ્મ્સનું શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું છે, તેને કારણે ફિલ્મને નુકસાન સહન કરવું પડશે. માનવામાં આવે છે કે ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ બીજીવાર થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here