કોરોનાવાઈરસ – મૃતદેહના અંતિમસંસ્કાર માટે સેવાભાવીઓ આગળ આવ્યા

0
11
  • દાવો કરવામાં નહીં આવેલા બિનવારસી
  • ઔપચારિક પરવાનગી આપવા માટે મહાપાલિકા કમિશનર ચહલને પત્ર

સીએન 24,ગુજરાત

મુંબઈકોરોનાના સંક્રમણને લીધે અથવા અન્ય બીમારીઓને લીધે મૃત્યુ પામેલી વ્યક્તિઓ પર અમુક કારણોસર અંતિમસંસ્કાર નહીં થઈ શક્યા હોય તેવા કિસ્સામાં મહાપાલિકાને મદદરૂપ થવા માટે સેવાભાવીઓ આગળ આવ્યા છે. આ અંગે મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પત્ર લખીને ઔપચારિક પરવાનગી માગવામાં આવી છે.

મૃતદેહ સ્મશાનભૂમિમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાશે
કોરોનાના સંક્રમણને લીધે વિવિધ કારણોસર અનેક મૃતદેહો અંતિમસંસ્કાર માટે ઘરે લઈ જવામાં કુટુંબીઓ આગળ આવતા નથી. આને કારણે મુંબઈની બધી હોસ્પિટલોનાં શબઘરો ઊભરાઈ ગયાં છે. પોલીસ અને મહાપાલિકા પાસે પહેલા જ કામનો બોજ વધી ગયો હોવાથી અને અનેકને કોરોનાનું સંક્રમણ થયું હોવાથી તેઓ પણ નિઃસહાય બની ગયા છે. આથી અંતિમસંસ્કારમાં મદદરૂપ થવા માટે મોહિત ભારતીય ફાઉન્ડેશન દ્વારા મહાપાલિકા કમિશનરને પત્ર લખીને ઔપચારિક પરવાનગી માગવામાં આવી છે.
જે મૃતદેહોનો કબજો લેવા માટે સંબંધિતના કુટુંબીઓ કોઈ પણ કારણોસર આગળ નહીં આવતા હોય તો તેવા પાર્થિવદેહના સન્માનથી અંતિમસંસ્કાર કરવાની જવાબદારી ઉઠાવવા ફાઉન્ડેશને તૈયારી બતાવી છે. ફાઉન્ડેશન વતી શબઘરમાંથી મૃતદેહ સ્મશાનભૂમિમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાશે અને ત્યાં દરેક પાર્થિવ પર સંપૂર્ણ સન્માનથી અંતિમસંસ્કાર કરવામાં આવશે, એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here