કોરોનાવાઈરસ – રાજ્ય 1,00,000 કેસ તરફઃ 120 નવાં મોત, મરણાંક 3289

0
0

સીએન 24,ગુજરાત

મુંબઈમુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના દરદીઓ અને મૃતકોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. કોરોનાના દરદીઓની સંખ્યા 1,00,000 તરફ આગળ વધી રહી છે ત્યારે મરણાંક ઝડપભેર 5000 તરફ આગળ વધી રહ્યો છે, જે દેશમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 90,787 કેસ હતા, જેમાં એક્ટિવ કેસ 44,849 છે. મુંબઈમાં મંગળવારે સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 1015 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 58 દરદીઓનાં મોત થયાં હતાં. આ સાથે મુંબઈમાં કુલ કેસ 51,100 થયા છે, જ્યારે કુલ મોત 1760 થયાં છે અને એક્ટિવ કેસ 26,391 છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2259 પોઝિટિવ કેસ મળ્યા છે. 120 દરદીનાં મોત થયાં છે, જે સાથે રાજ્યમાં કુલ મોત 3289 નોંધાયાં છે. આજે 1663 સાજા થઈને ઘરે ગયા હતા, જે સાથે સાજા થયેલા દરદીઓની સંખ્યા 42,638 થઈ છે, જ્યારે મુંબઈમાં 22,943 દરદી આજ સુધી સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here