કોરોના રાજકોટ : બોટાદમાં 80 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત, રાજકોટના જંગલેશ્વરમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, સંખ્યા 27 થઇ

0
6

રાજકોટ. રાજકોટમાં કોરોના પોઝિટિવના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. ત્રણેય કેસ જંગલેશ્વરના છે. કોરોના પોઝિટિવ ત્રણ કેસમાં  અફસાના નાસીર જંગલેશ્વર (ઉ.વ. 26),  ચુડાસમા ફિરોઝ (ઉ.વ.35)  અને નસીમ દિલાવર ( ઉ.વ. 40)નો સમાવેશ થયા છે. આ ત્રણ કેસ જંગલેશ્વરના કન્ટેઇનમેન્ટ એરિયાના જ છે. આમ આજના 3 કેસ સાથે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 26  અને ગ્રામ્યનો 1 મળી રાજકોટ જિલ્લામાં 27 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદમાં ગઇકાલે પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું મોડીરાત્રે મોત થયું છે. 80 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પરંતુ મોડીરાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રાજકોટમાં આજે 75 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 54 રાજકોટ શહેરના, 16 ગ્રામ્યના અને 5 અન્ય જિલ્લાના દર્દીઓનો સામાવેશ થાય છે.

બોટાદમાં વૃદ્ધનું મોત

બોટાદમાં કોરોનાના કારણે પ્રથમ મોત થયું છે. ગઈકાલે વૃદ્ધના પોઝિટિવ રિપોર્ટ બાદ આજે મો થયું છે. બોટાદમાં મોડીરાત્રે સારવાર દરમિયાન કોરોનાના દર્દીનું મોત થયું છે. ગઈકાલે વોરાવાડના વૃદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધને સારવાર માટે સાળંગપુર હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધના પરિવારજનોના સેમ્પલ ગઈકાલે લેવાયા હતા. બોટાદ જિલ્લા કલેક્ટરે વૃદ્ધના મોત અંગેની પુષ્ટી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here