ગાંધીનગર : પૂર્વ સાંસદનું સ્ટિંગ કરનારા કોર્પોરેટ અંકિત બારોટ અજ્ઞાતવાસમાં!

0
33

પેટા ચૂંટણીના 2 દિવસ પહેલાં જ લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલને ભાજપ નેતાઓ-ધારાસભ્યોને ખરીદતો હોવાનો વીડિયો વહેતો થતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કૉંગ્રેસે સ્ટિંગનો વીડિયો રજૂ કર્યો છે, જેમાં કથિત રીતે વીડિયોમાં રાજ્યસભાની ચૂંટણી સમયે લીંબડી બેઠક પરથી રાજીનામું આપનારા કૉંગ્રેસના સોમાભાઈ પટેલ તથા ગાંધીનગર મનપાના કોર્પોરેટર અંકિત બારોટ છે. કૉંગ્રેસે રવિવારે બપોરે સ્ટિંગનો વીડિયો જાહેર કરતાં અંકિત બારોટ થોડા દિવસ માટે અજ્ઞાતવાસમાં જતા રહ્યા હોવાનું કહેવાય છે.

રવિવારે બપોરથી જ તેમનો ફોન સ્વિચ ઑફ આવી રહ્યો હતો, જેને પગલે તેઓ લોકોના સવાલોથી બચવા તથા પક્ષના આદેશથી હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાની ચર્ચા હાલ શહેરમાં છે. ઉલ્લેખનીય છે કે અંકિત બારોટને 18 ઑક્ટોબરે કોરોના પૉઝિટિવ આવ્યા બાદ તે 14 દિવસથી હોમ કોરોન્ટાઈન હતા. 31 ઑક્ટોબરે તેમનો હોમ ક્વોરોન્ટાઈનો સમયગાળો પૂરો થયો હતો, જેને પગલે વીડિયો 15 દિવસ અગાઉનો હોવાનું કહેવાય છે. સમગ્ર મુદ્દે ગાંધીનગર શહેર-જિલ્લાના કૉંગ્રેસના હોદ્દેદારોનો સંપર્ક કરાયો તો તમામે આશ્ચર્યજનક રીતે વીડિયો અંગે અજાણ હોવાનું કહ્યું હતું.

સાથે જ કોરોના પગલે 15 દિવસથી અંકિત બારોટ સાથે વધુ સંપર્ક ન હોવાનું કહ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રદેશ કૉંગ્રેસે બહુ ખાનગી રીતે અંકિત બારોટની મદદથી સ્ટિંગ કર્યું હતું. આ અંગે અત્યાર સુધી ગાંધીનગર કૉંગ્રેસના નેતાઓ પણ લગભગ અજાણ હતા પરંતુ વીડિયો સામે આવતાં જ મોટા ભાગના લોકોએ બારોટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો ફોન જ બંધ હતો. ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના મહામંત્રી રહી ચૂકેલા અંકિત બારોટ હાલ મનપા નંબર-4ના કૉંગ્રેસના કોર્પોરેટર છે. અંકિત બારોટના પિતા અશ્વિન બારોટ પણ વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય છે.

મેયરની ચૂંટણી સમયે અંકિત બારોટનું અપહણ થયું હતું

5 નવેમ્બર, 2018એ મૅયર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. મૅયરની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી યોજાયેલી ચૂંટણી સમયે ભાજપ પાસે 16 સભ્ય જ્યારે કૉંગ્રેસના 15 સભ્ય હતા ત્યારે ચૂંટણીની આગલી રાત્રે જ અંકિત બારોટનું અપહરણ કરાયું હતું. આ અંગે અંકિત બારોટનાં પત્નીએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે મૅયર પદની ચૂંટણી પૂર્ણ થયા બાદ બીજા દિવસે અંકિત બારોટને છોડી મૂકાતાં તે ઘરે આવ્યા હતા. જેમાં સમગ્ર મુદ્દે ભાજપના સભ્યો અને અંકિત બારોટ ઉપર પણ આંતરિક રીતે આક્ષેપો થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here