Tuesday, March 18, 2025
HomeવડોદરાBARODA : હોળી પ્રગટાવવા રસ્તા પર ખાડા નહીં ખોદવા કોર્પોરેશનની અપીલ

BARODA : હોળી પ્રગટાવવા રસ્તા પર ખાડા નહીં ખોદવા કોર્પોરેશનની અપીલ

- Advertisement -

આગામી દિવસોમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખી રસ્તા ને નુકસાન થાય નહીં તે રીતે હોળી પ્રગટાવતા ડામર ઓગળવાથી રોડને નુકસાન થતું રોકવા રોડ પર છાણ-માટીનું લીપણ કરી રેતી-માટી પાથરવા સલાહ કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે .

વડોદરા મહાનગરપાલિકાની રોડ શાખા દ્વારા જણાવ્યું છે કે, હોળી નિમિત્તે જાહેર માર્ગો પર સીધા ડામર રોડ પર ખાડા ખોદીને ઘાસ, છાણા, લાકડા મૂકીને હોળી પ્રગટાવવાથી હોળીની જ્વાળાની સીધી ગરમી ના કારણે રોડ રસ્તા ના ડામર પીગળી જવાથી રસ્તાઓના જંકશન તૂટી જાય છે જેથી હોળી પ્રગટાવવાના સ્થળે ડામર ઉપર છાણ માટેનું જાડુલી પણ કરવું જરૂરી છે તથા તેની ઉપર ઈંટો અથવા રેતી માટીનું સ્થળ પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે તો જાહેર માર્ગોને થતું નુકસાન નિવારી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular