વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ખુલ્લા સબ પ્લોટ અને ફાઇનલ પ્લોટ મળીને કુલ નવ પ્લોટ પાલિકા તંત્ર દ્વારા જાહેર હરાજીથી આગામી તા.23, એપ્રિલે જાહેર હરાજી રાખી છે જેમાંથી કોર્પોરેશનને 332 કરોડની આવક થાય તેવી શક્યતા રહેલી છે. આ પ્લોટ અંગેની મિનિમમ અપસેટ વેલ્યુ અને અન્ય વિગત પાલિકા કચેરીએથી મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે પાલિકા હસ્તકના વસવાટ હેતુ માટે સબ પ્લોટો આઉટ રાઇટ જાહેર હરાજીથી વેચાણથી અપાશે. આ અંગે દેશનું નાગરિકત્વ ધરાવતી કોઈપણ વ્યક્તિ આ બાબતે અરજી કરી શકશે. આ સબ પ્લોટોની હરાજી પાલિકાના ખંડેરા માર્કેટ સ્થિત બિલ્ડિંગમાં કોન્ફરન્સ હોલ ખાતે આગામી તા.23 એપ્રિલે બપોરે ચાર વાગ્યે યોજાશે. જેમાં ટીપી 11( સમા)ના ફાઇનલ પ્લોટના પ્લોટ છે. આ ઉપરાંત હરણીના વિવિધ વિસ્તાર ખાતે આવેલ વિવિધ હેતુઓ માટેના ફ્રી હોલ્ડ પાંચ પ્લોટની પણ જાહેર હરાજી પણ રાખવામાં આવી છે. જે અંગે પણ હરાજી આગામી તા.4, એપ્રિલે ખંડેરાવ માર્કેટના કોન્ફરન્સ હોલમાં બપોરે 12 વાગ્યે યોજાશે.
આવી જ રીતે શૈક્ષણિક અને આરોગ્ય હેતુસર 50 ટકા રાહત બાદની ટીપી સ્કીમ 11(સમા)ના ત્રિમૂર્તિ બંગ્લોઝ રોડ પરની જમીન હોસ્પિટલ હેતુ માટે જાહેર હરાજીથી અપાશે. આ તમામ જમીનો અને સબ પ્લોટો અંગેની વધુ વિગત જમીન મિલકત શાખા, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતેથી નિયત સમય દરમિયાન મળી શકશે.