અમદાવાદ : કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બે દિવસમાં ખાડિયાના બે કોર્પોરેટરને લાગ્યું સંક્રમણ.

0
0

અમદાવાદ. શહેરમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. તેમાં પણ દિવસેને દિવસે સંક્રમિત કોર્પોરેટરની સંખ્યા વધી રહી છે. આજે વધુ એક કોર્પોરેટર કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ( કોકાભાઈ)નો કોરોના રિપોર્ટ પીઝિટિવ આવ્યો છે. જ્યારે ગઈકાલે(25 જુલાઈ)પણ ખાડિયાનાકોર્પોરેટર એવા મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાછે. તેઓ છેલ્લા 15 દિવસથી તેમના વોર્ડ અને માર્કેટના લોકોના કોરોના ટેસ્ટ કરાવતા હતા. આમ બે દિવસમાં જ ખાડિયાના બે કોર્પોરેટરને કોરોના સંક્રમણ લાગ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here