ભ્રષ્ટાચાર ? – બે યુવાનનાં મોત માટે પુલની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન કરનાર જવાબદાર

0
0

  • SVNITના રિપોર્ટમાં આખરે ધડાકો, સરકારમાં અહેવાલ મોકલાશે
  • બ્રિજની દીવાલ ધરાશાયી કેસ, મેન્ટેનન્સ કરનાર એજન્સી પણ જવાબદાર

સીએન 24,ગુજરત

રાજકોટઆજી ડેમ ચોકડીએ બ્રિજની દીવાલ તૂટી પડવામાં આખરે બ્રિજ બનાવવામાં  ભ્રષ્ટાચાર જ થયો હોવાનું બહાર આવી રહ્યું છે. SVNITએ આ અંગે રિપોર્ટ પણ આપી દીધો છે જેના આધારે કલેક્ટર ગુરુવારે બેઠક બોલાવી સરકારમાં અહેવાલ મોકલશે.

દીવાલ ધસી પડતા બે નિર્દોષ યુવાનના જીવ ગયા છે. જે મામલે હાઇવે ઓથોરિટી, રાજ્ય સરકાર તપાસ ચલાવી રહી છે. હાઇવે ઓથોરિટીએ બ્રિજનો કોન્ટ્રાક્ટ વેસ્ટ ગુજરાત એક્સપ્રેસવે લિમિટેડને આપ્યો હતો તેથી તપાસ માટે ઓથોરિટીએ સુરત SVNITની ટીમને સોંપી હતી. આ ટીમે રાજકોટમાં સ્થળ મુલાકાત વખતે જ અભિપ્રાય આપ્યો હતો કે ડિઝાઇનમાં જ ખામી હોવી જોઈએ. હવે તેમને રિપોર્ટ પણ આપી દીધો છે જેમાં ડિઝાઇન બનાવવાની ખામી, તેને કારણે સ્ટ્રક્ચરમાં ખામી તેમજ આટલી ખામી હોવા છતાં મેન્ટેનન્સ પણ થયું નથી તેથી ડિઝાઇનથી માંડીને પુલ સાચવવા સુધીમાં બધાની ભૂલ કે પછી મિલિભગતને કારણે નબળો પુલ બન્યો અને આખરે 2 લોકોએ જીવ ગુમાવ્યા. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન જણાવે છે કે, સુરતની ટીમે ડિઝાઇન, એક્ઝિક્યુશનમાં ખામીઓ હોવાનું કહ્યું છે અને સ્થાનિક ટીમનો પણ તેવો જ અભિપ્રાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here